عَنْ أَنَسٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ وَلَبِسَ خُفَّيْهِ فَلْيُصَلِّ فِيهِمَا، وَلْيَمْسَحْ عَلَيْهِمَا ثُمَّ لَا يَخْلَعْهُمَا إِنْ شَاءَ إِلَّا مِنْ جَنَابَةٍ».
[صحيح] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 781]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન-અદ-દારુલ-કુતની - 781]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે એક મુસલમાન વઝૂ કરીને મોજા પહેરી લે, અને પછી તેનું વઝૂ તૂટી જાય, તો ફરીવાર તેની વઝૂ કરવાની ઈચ્છા થાય, તો તે બન્ને મોજા પર ફક્ત મસહ કરી શકે છે, અને તેમાં નમાઝ પઢી શકે છે, અને નક્કી કરેલ સમય સુધી તે આ રીતે કરી શકે છે, પરંતુ જો તે જુનુબી થઈ જાય, તો પછી તેને મોજા ઉતારવા પડશે અને ગુસલ કરવું પડશે.