عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ: كَانَتْ عَلَيْنَا رِعَايَةُ الْإِبِلِ فَجَاءَتْ نَوْبَتِي فَرَوَّحْتُهَا بِعَشِيٍّ فَأَدْرَكْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمًا يُحَدِّثُ النَّاسَ فَأَدْرَكْتُ مِنْ قَوْلِهِ:
«مَا مِنْ مُسْلِمٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ وُضُوءَهُ، ثُمَّ يَقُومُ فَيُصَلِّي رَكْعَتَيْنِ، مُقْبِلٌ عَلَيْهِمَا بِقَلْبِهِ وَوَجْهِهِ، إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ» قَالَ فَقُلْتُ: مَا أَجْوَدَ هَذِهِ، فَإِذَا قَائِلٌ بَيْنَ يَدَيَّ يَقُولُ: الَّتِي قَبْلَهَا أَجْوَدُ، فَنَظَرْتُ فَإِذَا عُمَرُ قَالَ: إِنِّي قَدْ رَأَيْتُكَ جِئْتَ آنِفًا، قَالَ: «مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُبْلِغُ - أَوْ فَيُسْبِغُ - الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُ اللهِ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 234]
المزيــد ...
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમારી ઊંટ ચરવવાની જવાબદારી હતી, અને જ્યારે મારી વારી આવી તો હું સાંજે ઊંટોને લઈને પાછો આવ્યો, તો જોયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ઊભા થઈ લોકોને હદીષ સંભળાવી રહ્યા હતા, મેં તેમને કહેતા સાંભળ્યા:
«જો કોઈ મુસલમાન સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ કિબ્લા તરફ મોઢું કરી બે રકઅત નમાઝ પઢે, તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જાય છે", ઉકબા બિન આમિર કહે છે કે મેં કહ્યું: કેટલી સારી વાતો છે, તો આ સાંભળી મારી નજીકના એક વ્યક્તિએ કહ્યું: આના કરતાં પહેલાંની વાતો વધુ સારી હતી, મેં જોયું કે તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) હતા, તેમણે કહ્યું: મેં જોયું કે તમે હમણાં જ આવ્યા છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: તમારા માંથી જે વ્યક્તિ પણ સંપૂર્ણ રીતે વઝૂ કરે, અને કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે.") તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જેમાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 234]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ બે ભવ્ય મહત્ત્વતાઓ વર્ણન કરી રહ્યા છે:
પહેલી: જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, અને તે વઝૂને દરેક સુન્નત તરીકા વડે પૂર્ણ કરે, અને દરેક અંગો પર સંપૂર્ણ પાણી નાખે અને કોઈ અંગને સૂકો ન છોડે, ફરી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે), તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે.
બીજી: જે વ્યક્તિ આ સંપૂર્ણ વઝૂ કરી, ફરી ઊભો થઈ, બે રકાઅત્ નમાઝ પઢે, સંપૂર્ણ નિખાલસતા અને ખુશૂઅ અને ખુઝૂઅ સાથે, અને દરેક અંગને ઈબાદતમાં ફક્ત અલ્લાહ માટે જ લગાવે, તો તેના માટે જન્નત વાજિબ (અનિવાર્ય) થઈ જાય છે.