عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَغْسِلُ، أَوْ كَانَ يَغْتَسِلُ، بِالصَّاعِ إِلَى خَمْسَةِ أَمْدَادٍ، وَيَتَوَضَّأُ بِالْمُدِّ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 201]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જયારે ગુસલ (સ્નાન) કરતાં એક સાઅ થી લઈ પાંચ મુદ પાણી વડે કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 201]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે જનાબતનું સ્નાન કરતાં, તો એક સાઅ થી પાંચ મુદ પાણી વડે સ્નાન કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં, એક સાઅ: ચાર મુદને કહે છે, અને એક મુદ: મધ્યમ વર્ગના માનવીની બંને હથેળીઓમાં આવતું પાણી.