عَنْ جَابِرٍ رضي الله عنه قال: أَخْبَرَنِي عُمَرُ بْنُ الْخَطَّابِ:
أَنَّ رَجُلًا تَوَضَّأَ فَتَرَكَ مَوْضِعَ ظُفُرٍ عَلَى قَدَمِهِ فَأَبْصَرَهُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «ارْجِعْ فَأَحْسِنْ وُضُوءَكَ» فَرَجَعَ، ثُمَّ صَلَّى.
[صحيح بشواهده] - [رواه مسلم] - [صحيح مسلم: 243]
المزيــد ...
જાબિર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને ઉમર બિન ખત્તાબ્ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું:
એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી.
[સહીહ બિશવાહિદીહી] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 243]
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી ﷺ એ એક વ્યક્તિને જ્યારે તેને વઝૂ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે તેણે તેના પગમાં એક નખ જેટલી જગ્યા છોડી દીધી છે, જ્યાં વઝૂનું પાણી પહોંચ્યું ન હતું. તો નબી ﷺ એ તે જગ્યા તરફ ઈશારો કરી કહ્યું: જાઓ અને સારી રીતે વઝૂ કરો, અને તેને પૂર્ણ કરો, અને દરેક અંગને તેના હક પ્રમાણે સંપૂણ પાણી આપો, તે વ્યક્તિ પાછો ફરી ગયો, પોતાનું વઝૂ પૂર્ણ કર્યું પછી નમાઝ પઢી.