عَنْ لَقِيطِ بْنِ صَبِرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
كُنْتُ وَافِدَ بَنِي الْمُنْتَفِقِ -أَوْ فِي وَفْدِ بَنِي الْمُنْتَفِقِ- إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: فَلَمَّا قَدِمْنَا عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمْ نُصَادِفْهُ فِي مَنْزِلِهِ، وَصَادَفْنَا عَائِشَةَ أُمَّ الْمُؤْمِنِينَ، قَالَ: فَأَمَرَتْ لَنَا بِخَزِيرَةٍ، فَصُنِعَتْ لَنَا، قَالَ: وَأُتِينَا بِقِنَاعٍ -وَالْقِنَاعُ: الطَّبَقُ فِيهِ تَمْرٌ- ثُمَّ جَاءَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «هَلْ أَصَبْتُمْ شَيْئًا؟ أَوْ أُمِرَ لَكُمْ بِشَيْءٍ؟» قَالَ: قُلْنَا: نَعَمْ، يَا رَسُولَ اللَّهِ، قَالَ: فَبَيْنَا نَحْنُ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ جُلُوسٌ، إِذْ دَفَعَ الرَّاعِي غَنَمَهُ إِلَى الْمُرَاحِ، وَمَعَهُ سَخْلَةٌ تَيْعَرُ، فَقَالَ: «مَا وَلَّدْتَ يَا فُلَانُ؟»، قَالَ: بَهْمَةً، قَالَ: «فَاذْبَحْ لَنَا مَكَانَهَا شَاةً»، ثُمَّ قَالَ: «لَا تَحْسِبَنَّ» وَلَمْ يَقُلْ: لَا تَحْسَبَنَّ «أَنَّا مِنْ أَجْلِكَ ذَبَحْنَاهَا، لَنَا غَنَمٌ مِائَةٌ لَا نُرِيدُ أَنْ تَزِيدَ، فَإِذَا وَلَّدَ الرَّاعِي بَهْمَةً، ذَبَحْنَا مَكَانَهَا شَاةً» قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، إِنَّ لِي امْرَأَةً وَإِنَّ فِي لِسَانِهَا شَيْئًا -يَعْنِي الْبَذَاءَ- قَالَ: «فَطَلِّقْهَا إِذن»، قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ إِنَّ لَهَا صُحْبَةً، وَلِي مِنْهَا وَلَدٌ، قَالَ: «فَمُرْهَا» يَقُولُ: عِظْهَا، «فَإِنْ يَكُ فِيهَا خَيْرٌ فَسَتَفْعَلْ، وَلَا تَضْرِبْ ظَعِينَتَكَ كَضَرْبِكَ أُمَيَّتَكَ» فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أَخْبِرْنِي عَنِ الْوُضُوءِ، قَالَ: «أَسْبِغِ الْوُضُوءَ، وَخَلِّلْ بَيْنَ الْأَصَابِعِ، وَبَالِغْ فِي الِاسْتِنْشَاقِ إِلَّا أَنْ تَكُونَ صَائِمًا».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه] - [سنن أبي داود: 142]
المزيــد ...
લકીત બિન્ સબિરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હું બનૂ મુન્તફિક જૂથનો સરદાર બની અથવા બનૂ મુન્તફિક સાથે જોડાવી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમ પાસે આવ્યો, જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમની પાસે આવ્યા, તો આપ ઘરમાં ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ખઝીરા (એક પ્રકારનું ભોજન) તૈયાર કરવાનો આદેશ આપ્યો, તે તૈયાર કરવામાં આવ્યું, અમારા સામે થાળી લાવવામાં આવી, (કુતૈબહએ પોતાની રિવાયતમાં "કન્નાઅ" શબ્દનો ઉપયોગ નથી કર્યો, કન્નાઅ તે થાળી અથવા વાસણને કહે છે, જેમાં ખજૂર મુકેલી હોય છે) પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્લમ આવ્યા અને કહ્યું: «શું તમે કંઈ ખાધું? અથવા તમારા માટે કંઈ વસ્તુ તૈયાર કરવામાં આવી છે? અમે જવાબ આપ્યો, હા, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! અમે આપની સાથે બેઠા હતા કે અચાનક એક ભરવાડ પોતાની બકરીઓ બાળ તરફ લઈ ગયો, તેની સાથે એક બકરીનું બચ્ચું હતું, જે અવાજ કરી રહી હતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ફલાણા વ્યક્તિ! શું જન્મ્યું, (નર કે માદા)?» તેણે જવાબ આપ્યો: માદા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તેની જગ્યાએ અમારા માટે એક બકરી ઝબેહ કરો», પછી (લકીત)ને કહ્યું: આ પ્રમાણેનો વિચાર તમારા દિલમાં ન આવે, લકીત રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અહીંયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લા તહસિબન્ન» «લા તહસબન્ન» નથી કહ્યું, «અમે તેને તમારા માટે ઝબેહ કર્યું છે, પરંતુ વાત એવી છે કે અમારી પાસે સો બકરીઓ છે, અમે તેને વધારવા નથી માંગતા, એટલા માટે જ્યારે કોઈ વચ્ચું જન્મે છે તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરી દઇએ છીએ», લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, જેની જબાન ખૂબ ચાલે છે, (હું શું કરું)? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને તલાક આપી દો», મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! એક સમય સુધી અમે સાથે રહ્યા છે, તેનાથી મારા સંતાનો પણ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને ભલામણ કરો, જો તેનામાં ભલાઈ હશે તો તમારું અનુસરણ કરશે, તમારી વાત માનશે, અને તમે પોતાની પત્નીઓને આ રીતે ન મારો, જે રીતે તમે તમારી દાસીઓને મારો છો», પછી મેં કહ્યું: અલ્લાહના પયગંબર! મને વઝૂ વિશે જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અબી દાઉદ - 142]
લકીત બિન સબુરહ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મારા કબીલા બનૂ મુન્તફિકના અન્ય લોકો સાથે આવ્યો, અને કહ્યું: તો અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરે ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ચરબી અને લોટ બન્ને ભેગી કરીને બનાવવામાં આવેલ ખાવાનું તૈયાર કરવાનો આદેશ આપ્યો, અને અમારા માટે એક થળીમાં ખજૂર રજૂ કરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: શું તમારા માટે ભોજનનો બંદોબસ્ત થઈ ગયો છે? અમે કહ્યું: હા, લકીતે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બેઠા હતા અને એટલામાં જ એક ભરવાડ પોતાની બકરીઓને તેની જગ્યા પર લઈ જઈ રહ્યો હતો, એક બકરી બચ્ચાના જન્મ લઈને ખૂબ ચીસો પાડી રહી હતી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું જન્મ થઇ? તેણે કહ્યું: માદા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો અમારા માટે તેના બદલામાં એક બકરી ઝબેહ કરો: એવું ના વિચારો કે અમે તકલીફ લઇ તમારા માટે તેને ઝબેહ કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે ફક્ત સો બકરીઓ છે, અને અમે નથી ઇચ્છતા કે તે આ સંખ્યા કરતાં વધુ થાય, તેથી જો કોઈ નવું બાળક જન્મે છે, તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરીએ છીએ, લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, તેની જબાન બહુ ચાલે છે, અપશબ્દો પણ બોલે છે, તેની સાથે હું કેવો વ્યવહાર કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તો તેણીને તલાક આપી દો. લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે અને તેનાથી મારા બાળકો પણ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમે તેને શિખામણ આપે, જો તેનામાં ભલાઈ હશે, તો તમારી શિખામણ કબૂલ કરશે, તમે પોતાની પત્નીને તે પ્રમાણે સખત માર ન મારશો, જે પ્રમાણે તમે પોતાની દાસીઓને મારતા હોવ છો. પછી લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને વઝૂ વિશે જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વઝૂ કરતી વખતે સંપૂર્ણ પાણી તેના અંગો સુધી પહોંચાડો, દરેક અંગનો હક અદા કરો, તેની ફરજ અને સુન્નત કાર્યો ન છોડો, હાથ અને પગ ધોતી વખતે આંગળીઓ વચ્ચે ખિલાલ કરો, તેમજ નાકમાં પાણી વધુ ચઢાવો, અંદર ખેંચતી વખતે પણ અને કાઢતી વખતે પણ, પરંતુ જો રોઝાની સ્થિતિમાં હોય, તો પાણી વધુ ન ચઢાવશો.