عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ مَنَامِهِ فَلْيَسْتَنْثِرْ ثَلَاثَ مَرَّاتٍ، فَإِنَّ الشَّيْطَانَ يَبِيتُ عَلَى خَيَاشِيمِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 238]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 238]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે તો તેણે ત્રણ વખત નાક સાફ કરવું જોઈએ; નાકને સાફ કરવાનો અર્થ એ કે નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવામાં આવે; કારણકે શૈતાન નાકના કાણાંમાં રાત પસાર કરે છે, -સંપૂર્ણ નાકમાં-.