عن عائشة رضي الله عنها قالت:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَذْكُرُ اللهَ عَلَى كُلِّ أَحْيَانِهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 373]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે:
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 373]
આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા હતા.