+ -

عَنْ زِرِّ بْنِ حُبَيْشٍ قَالَ:
أَتَيْتُ صَفْوَانَ بْنَ عَسَّالٍ المُرَادِيَّ، أَسْأَلُهُ عَنِ المَسْحِ عَلَى الخُفَّيْنِ، فَقَالَ: مَا جَاءَ بِكَ يَا زِرُّ؟ فَقُلْتُ: ابْتِغَاءَ العِلْمِ، فَقَالَ: إِنَّ المَلاَئِكَةَ لَتَضَعُ أَجْنِحَتَهَا لِطَالِبِ العِلْمِ؛ رِضًا بِمَا يَطْلُبُ، فَقُلْتُ: إِنَّهُ حَكَّ فِي صَدْرِي المَسْحُ عَلَى الخُفَّيْنِ بَعْدَ الغَائِطِ وَالبَوْلِ، وَكُنْتَ امْرَأً مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجِئْتُ أَسْأَلُكَ: هَلْ سَمِعْتَهُ يَذْكُرُ فِي ذَلِكَ شَيْئًا؟ قَالَ: نَعَمْ، كَانَ يَأْمُرُنَا إِذَا كُنَّا سَفْرًا أَوْ مُسَافِرِينَ أَلَّا نَنْزِعَ خِفَافَنَا ثَلاَثَةَ أَيَّامٍ وَلَيَالِيهِنَّ إِلَّا مِنْ جَنَابَةٍ، لَكِنْ مِنْ غَائِطٍ وَبَوْلٍ وَنَوْمٍ، فَقُلْتُ: هَلْ سَمِعْتَهُ يَذْكُرُ فِي الهَوَى شَيْئًا؟ قَالَ: نَعَمْ، كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ فَبَيْنَا نَحْنُ عِنْدَهُ إِذْ نَادَاهُ أَعْرَابِيٌّ بِصَوْتٍ لَهُ جَهْوَرِيٍّ: يَا مُحَمَّدُ، فَأَجَابَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى نَحْوٍ مِنْ صَوْتِهِ: «هَاؤُمُ» وَقُلْنَا لَهُ: وَيْحَكَ اغْضُضْ مِنْ صَوْتِكَ، فَإِنَّكَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ نُهِيتَ عَنْ هَذَا، فَقَالَ: وَاللَّهِ لاَ أَغْضُضُ، قَالَ الأَعْرَابِيُّ: المَرْءُ يُحِبُّ القَوْمَ وَلَمَّا يَلْحَقْ بِهِمْ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «المَرْءُ مَعَ مَنْ أَحَبَّ يَوْمَ القِيَامَةِ»، فَمَا زَالَ يُحَدِّثُنَا حَتَّى ذَكَرَ بَابًا مِنْ قِبَلِ المَغْرِبِ مَسِيرَةُ عَرْضِهِ، أَوْ يَسِيرُ الرَّاكِبُ فِي عَرْضِهِ أَرْبَعِينَ أَوْ سَبْعِينَ عَامًا.

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3535]
المزيــد ...

ઝિર્ર બિન્ હુબૈશે કહ્યું:
હું સફવાન બિન્ અસ્સાલ મુરાદી પાસે મોજા પર મસહ કરવા બાબતે પૂછવા માટે આવ્યો, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર ? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? તેઓએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત પોતાના મોજા ન કાઢશો, (અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), અને અમે પેશાબ, શોચ અને સૂતી વખતે પણ પોતાના મોજા ન કાઢીએ, મેં સાંભળ્યું છે કે તમે મનેચ્છા વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો: «હું અહીંયા છું», અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબીની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે, ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ તરફ એક દ્વાર છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3535]

સમજુતી

ઝિર્ર બિન્ હુબૈશ રહિમહુલ્લાહ સફવાન બિન્ અસ્સાલ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોજા પર મસહ કરવા બાબતે સવાલ કરવા આવ્યા, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, તેનાથી ખુશ થઈ અને મહાનતા રૂપે, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? સફવાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત નાની નાપાકીના કારણે પોતાના મોજા ન કાઢીએ, જેમ કે પેશાબ, શૌચ અને ઊંઘ,(અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), મેં કહ્યું: તમે મોહબ્બત વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો કે હું અહીંયા છું, અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે. ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક સદાચારી લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ દિશામાં શામમાં તૌબા નામનો દ્વાર છે, તે દ્વાર અલ્લાહ તઆલાએ જ્યારથી જમીન અને આકાશ પેદા કર્યા છે, ત્યારથી છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે અને આ દરવાજો ત્યાં સુધી ખુલ્લો રહેશે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ તરફથી ન ઉગે.

હદીષથી મળતા ફાયદા

  1. ઇલ્મ પ્રાપ્ત કરવાની મહાનતા તેમજ વિદ્યાર્થીની મહાનતા કે ફરિશ્તાઓ પોતાની પાંખો ફેલાવે છે.
  2. તાબઇ સદાચારી લોકોનું સહાબાઓથી ઇલ્મ પ્રાપ્ત કરવાની ઉત્સુકતાનું વર્ણન.
  3. મોજા પર મસહો કરી શકાય છે, જેનો સમય: મુસાફર માટે ત્રણ રાત અને ત્રણ દિવસ અને રહેવાસી માટે એક રાત અને એક દિવસ.
  4. ફક્ત નાની નાપાકીમાં જ મોજા પર મસહ કરવામાં આવશે.
  5. સવાલ કરનાર માટે યોગ્ય છે કે તે આલિમ પાસે કોઈ કુરઆનની આયત અથવા હદીષ અથવા ઇજ્તિહાદ (પ્રત્યન) દ્વારા દલીલ માગી શકે છે, આલિમે તેનાથી શરમ ન અનુભવવી જોઈએ.
  6. ઇલ્મની મજલીસોમાં આલિમો અને સદાચારી લોકો સામે અદબ અને નીચા અવાજે વાત કરવી જોઈએ.
  7. અજ્ઞાન વ્યક્તિને સારા શિષ્ટાચાર અને નિયમો શીખવાડવા જોઈએ.
  8. લોકોને પયગંબર સાહેબના ઉદાહરણનું પાલન કરવા વિનંતી કરવી, અને શાંતિ આપે, તેમના ધીરજ, સારા ચારિત્ર્ય અને લોકોને તેમના જ્ઞાન અને બુદ્ધિના સ્તર અનુસાર સંબોધવામાં.
  9. અલ-મુબારકપૂરીએ કહ્યું: પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમના માટે કરુણાથી પોતાનો અવાજ ઉંચો કર્યો જેથી તેમના કાર્યો નિષ્ક્રિય ન થાય, જેમ કે સર્વશક્તિમાન અલ્લાહે કહ્યું: {તમારા અવાજો પયગંબરના અવાજથી ઉપર ન ઉઠાવો}. તેથી તેમણે તેમની અજ્ઞાનતા માટે તેમને માફ કર્યા, અને પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તેમના પ્રત્યેની અતિશય દયાથી તેમનો અવાજ ઉંચો થયો જ્યાં સુધી તે તેમના અવાજ જેવો અથવા તેનાથી ઉપર ન થઈ ગયો.
  10. સદાચારીઓ સાથે બેસવા, તેમની નજીક રહેવા અને તેમને પ્રેમ કરવા માટે ઉત્સુક બનો.
  11. ઇમામ નવવી રહ.એ કહ્યું: તેમના તેમની સાથે હોવાનો અર્થ એ નથી કે તેમનો દરજ્જો અને પુરસ્કાર દરેક બાબતમાં તેમના જેવો જ હશે.
  12. આશા અને આશાવાદના દ્વાર ખોલવો,, નજાત માટે ઉપદેશ આપવો, અને ઉપદેશમાં દયા દાખવવી.
  13. અલ્લાહ તઆલાની રહમતની વિશાળતા, તેણે તૌબાનો દ્વાર ખુલ્લો રાખ્યો.
  14. તૌબા કરવામાં ઉતાવળ કરવી જોઈએ, પોતાના નફસનો મુહસબો તેમજ અલ્લાહ તરફ ઝૂકી જવામાં વિલંબ ન કરવો જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية
ભાષાતર જુઓ