عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«صَلَاةُ الرَّجُلِ فِي جَمَاعَةٍ تَزِيدُ عَلَى صَلَاتِهِ فِي بَيْتِهِ وَصَلَاتِهِ فِي سُوقِهِ بِضْعًا وَعِشْرِينَ دَرَجَةً، وَذَلِكَ أَنَّ أَحَدَهُمْ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ، ثُمَّ أَتَى الْمَسْجِدَ لَا يَنْهَزُهُ إِلَّا الصَّلَاةُ، لَا يُرِيدُ إِلَّا الصَّلَاةَ، فَلَمْ يَخْطُ خَطْوَةً إِلَّا رُفِعَ لَهُ بِهَا دَرَجَةٌ، وَحُطَّ عَنْهُ بِهَا خَطِيئَةٌ، حَتَّى يَدْخُلَ الْمَسْجِدَ، فَإِذَا دَخَلَ الْمَسْجِدَ كَانَ فِي الصَّلَاةِ مَا كَانَتِ الصَّلَاةُ هِيَ تَحْبِسُهُ، وَالْمَلَائِكَةُ يُصَلُّونَ عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مَجْلِسِهِ الَّذِي صَلَّى فِيهِ، يَقُولُونَ: اللهُمَّ ارْحَمْهُ، اللهُمَّ اغْفِرْ لَهُ، اللهُمَّ تُبْ عَلَيْهِ، مَا لَمْ يُؤْذِ فِيهِ، مَا لَمْ يُحْدِثْ فِيهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 649]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે, તેનું કારણ એ છે કે જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, અને તે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ આવે છે, તેને નમાઝ સિવાય બીજી કોઈ વસ્તુએ ઘરની બહાર નથી કાઢ્યો, તેનો ઈરાદો ફક્ત નમાઝ પઢવાનો જ છે, તો જે પણ ડગલું તે ઉઠાવશે તેના કારણે તેનો એક દરજ્જો બુલંદ થશે અથવા એક ગુનોહ માફ કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે, જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે તો તે નમાઝમાં જ છે એમ સમજવામાં આવે છે, જ્યાં સુધી નમાઝ તેના માટે ત્યાં રોકાઇ જવાનું કારણ બનતી હોય, તમારા માંથી જે વ્યક્તિ તે જ જગ્યા પર બેસી રહે જ્યાં તેણે નમાઝ પઢી હતી, તો ફરીશતાઓ તેના માટે દયા અને માફીની દુઆ કરતા કહે છે, તેઓ કહે છે: "અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર), જ્યાં સુધી તે કોઈને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 649]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહયા છે કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ જમાઅત સાથે નમાઝ પઢશે, તો તેની નમાઝ ઘરમાં અથવા બજારમાં પઢવામાં આવેલી નમાઝ કરતાં વીસ ઘણી વધુ દરજ્જાવાળી છે. ફરી નબી ﷺ એ તેનું કારણ જણાવ્યું: જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે અને પછી તે મસ્જિદ તરફ જવા નીકળે, તેનું નીકળવું ફક્ત નમાઝ માટે જ હોય, તો તેના માટે પ્રત્યેક ડગલે એક દરજજો બુલંદ કરવામાં આવે છે અને એક ગુનોહ માફ કરવામાં આવે છે, ફરી તે મસ્જિદમાં પ્રવેશ કરે અને નમાઝની રાહ જોતા બેસી રહે, તો તેને નમાઝ પઢનારની જેમ જ સવાબ આપવામાં આવશે, અને ફરીશતાઓ ત્યાં સુધી તેના માટે દુઆ કરતા રહે છે જ્યાં સુધી તે નમાઝની જગ્યાએ બેસી રહે છે, અને તેઓ કહે છે: "અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર) જ્યાં સુધી તે લોકોને અથવા ફરીશતાઓને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય.