+ -

عن أبي هريرة رضي الله عنه قال:
أَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ أَعْمَى، فَقَالَ: يَا رَسُولَ اللهِ، إِنَّهُ لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى الْمَسْجِدِ، فَسَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُرَخِّصَ لَهُ فَيُصَلِّيَ فِي بَيْتِهِ، فَرَخَّصَ لَهُ، فَلَمَّا وَلَّى دَعَاهُ، فَقَالَ: «هَلْ تَسْمَعُ النِّدَاءَ بِالصَّلَاةِ؟» فَقَالَ: نَعَمْ، قَالَ: «فَأَجِبْ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 653]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 653]

સમજુતી

એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવીને કહે છે કે હે અલ્લાહના રસૂલ ! મારી મદદ કરનાર કોઈ નથી કે તે મારો હાથ પકડી મને પાંચેય નમાઝ માટે મસ્જિદ તરફ લઈ આવે, હકીકતમાં તે વ્યક્તિ ઈચ્છતો હતો કે નબી ﷺ તેને ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી આપી દે, તો નબી ﷺ એ અનુમતિ આપી દીધી, પરંતુ જ્યારે તે પાછો જવા લાગ્યો, તો નબી ﷺ એ તેને બોલાવ્યો અને કહ્યું: શું તમે અઝાન સાંભળો છો? તેણે જવાબ આપ્યો: હા, હું સાંભળું છું, તો નબી ﷺ એ કહ્યું: તો તમારે નમાઝ માટે બોલાવનારનો જવાબ આપવો પડશે.

હદીષથી મળતા ફાયદા

  1. નમાઝ જમાઅત સાથે પઢવી વાજિબ છે; કારણકે છૂટ તે વસ્તુમાં આપવામાં આવે છે, જે વાજિબ અને જરૂરી હોય.
  2. આ હદીષમાં વર્ણવેલ શબ્દ: «તો તમે તેનો જવાબ આપો» (નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ) થી જાણવા મળે છે કે અઝાન સાંભળનાર વ્યક્તિ માટે જરૂરી છે કે મસ્જિદમાં આવી નમાઝ પઢે, કારણકે આદેશ તે કાર્યને વાજિબ હોવાનું સાબિત કરે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ