عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِي اللهُ عنْها قَالَتْ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَيُّمَا امْرَأَةٍ نَكَحَتْ بِغَيْرِ إِذْنِ مَوَالِيهَا، فَنِكَاحُهَا بَاطِلٌ -ثَلَاثَ مَرَّاتٍ- فَإِنْ دَخَلَ بِهَا فَالْمَهْرُ لَهَا بِمَا أَصَابَ مِنْهَا، فَإِنْ تَشَاجَرُوا فَالسُّلْطَانُ وَلِيُّ مَنْ لَا وَلِيَّ لَهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 2083]
المزيــد ...
ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે સ્ત્રી પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરે તો તેની શાદી અમાન્ય છે, - નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી - (ફરી કહ્યું) જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે સમાગમ કરે, તો તેના બદલામાં તે મહેર આપે, જો વાલીઓ બંનેને અલગ કરી દે, તો શાસક તેનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 2083]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીને પોતે જ પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરવાથી રોક્યા છે, અને જો તે શાદી કરી લે, તો તેની શાદી અમાન્ય ગણાશે, અને આ જ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત કહી, જેવુ કે કહી જ ન હોય.
બસ જે વ્યક્તિ પરવાનગી વગર શાદી કરનારી સ્ત્રી સાથે સમાગમ કરે તો તેણે સંપૂર્ણ મહેર આપવી પડશે, તેણી સાથે સમાગમ કરવાના કારણે.
ફરી જો વાલીઓ શાદીના બંધન વિષે મતભેદ કરે - અને તેમના દરજ્જા બરાબર હોય -, તે વચન તેના માટે છે, જેણે પહેલા વચન કર્યું હોય, જો વાલી શાદીથી ઇન્કાર કરતા હોય, તો તેમનો કોઈ વાલી નથી, તો આ સ્થિતિમાં શાસક અથવા કાઝી તેમના વાલી બનશે, નહીં તો વાલીની હાજરીમાં કોઈની જવાબદારી નહીં હોય.