عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَلْعُون مَنْ أتَى امرأتَه في دُبُرِها».
[حسن] - [رواه أبو داود والنسائي في الكبرى وأحمد] - [سنن أبي داود: 2162]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 2162]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને સખત ચેતના આપી છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે, અને આ એવું ખરાબ કૃત્ય છે, જેના પરિણામે માનવી અલ્લાહની દયાથી દૂર થઈ જાય છે, જે તે વાતનો પુરાવો છે, આ મોટા ગુનાહો માંથી (મહાપાપ) છે, અર્થાત્ મુસલમાનો માટે આમ કરવું જાઈઝ નથી.