عن أبي موسى رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال:
«لا نِكَاحَ إِلّا بِوَليٍّ».

[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 2085]
المزيــد ...

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 2085]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સ્ત્રીના લગ્ન વલી (જવાબદાર) વગર કરાવવા યોગ્ય નથી, લગ્નનો કરાર વખતે વલીનું હોવું ખૂબ જ જરૂરી છે.

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅત પ્રમાણે લગ્ન માટે વલીનું હોવું શરત છે, જો વલી વગર લગ્ન કરવામાં આવે અથવા સ્ત્રી પોતાની જાતે જ લગ્ન કરી લે તો તે લગ્ન યોગ્ય નથી.
  2. સબંધમાં સ્ત્રીની સૌથી નજીક જે વ્યક્તિ હશે, તે તેનો વલી બનશે, જ્યાં સુધી નજીકના સંબંધી વલી હશે ત્યાં સુધી દૂરના સંબંધી તેના વલી બની શકશે નહીં.
  3. વલી માટેની શરતો: બુદ્ધિશાળી હોવું, પુરુષ હોવું, લગ્નના ફાયદા અને તેની રુચિ વિશે જાણતો હોય, વલી અને જેનો વલી બની રહ્યા હોય તે બંને વચ્ચે દીનની સમાનતા,
  4. જો આ લક્ષણો ન હોય તો તે લગ્નના સમયે વલી બનવાનો હક નથી ધરાવતો.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (58)