عَنْ عِكْرِمَةَ:
أَنَّ عَلِيًّا رَضِيَ اللَّهُ عَنْهُ حَرَّقَ قَوْمًا، فَبَلَغَ ابْنَ عَبَّاسٍ فَقَالَ: لَوْ كُنْتُ أَنَا لَمْ أُحَرِّقْهُمْ لِأَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «لاَ تُعَذِّبُوا بِعَذَابِ اللَّهِ»، وَلَقَتَلْتُهُمْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ بَدَّلَ دِينَهُ فَاقْتُلُوهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3017]
المزيــد ...
ઇકરિમહ રહિમહુલ્લાહ વર્ણન કરે છે:
અલી રઝી અલ્લાહુ અન્હુએ કેટલાક લોકોને બાળી નાખ્યા, અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જો હું હોત તો તેમને ન બાળતો, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે અલ્લાહના અઝાબ દ્વારા લોકોને અઝાબ ન આપો», જો કે હું તેમને કતલ કરી દેતો, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે પોતાના દીન (ધર્મ) થી ફરી જાય, તેને કતલ કરી દો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 3017]
અલી બિન્ અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ ઇસ્લામથી ફરી જનાર ઝનાદિકહ નામની એક કોમને આગમાં બાળી નાખ્યા, આ વાત અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા સુધી પહોંચી, ત્યારે તેમણે તેમની હત્યા કરવાને સમર્થન આપ્યું, પરંતુ તેમણે તેમને આગમાં બાળી નાખવાનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું: જો હું તેમની જગ્યાએ હોત, તો હું તેમને આગથી બાળી ન નાખત, કારણ કે પયગંબરએ જણાવ્યું છે કે અગ્નિના પાલનહાર અલ્લાહ સિવાય કોઈ અગ્નિ દ્વારા સજા આપી શકતો નથી, પરંતુ તેમને મારવા (હત્યા કરવા) માટે જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું તે તરીકો પુરતો છે: જો કોઈ ઇસ્લામ છોડી દે અને પોતાનો ધર્મ બદલીને બીજા ધર્મમાં બદલી નાખે, તો તેને મારી નાખો.