عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا أَسْفَلَ مِنَ الكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5787]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5787]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક પુરુષને ચેતવણી આપી છે કે તેઓ તે દરેક કપડું જે શરીરના નીચા ભાગમાં પહેરવામાં આવતું હોય, જેવું કે સલવાર, પેન્ટ, અથવા કોઈ પણ કપડું તેને ઘૂંટીથી નીચે ન પહેરવું જોઈએ, જો તેનું કપડું ઘૂંટીની નીચે હશે, તો એટલા ભાગની સજા જહન્નમની સજા હશે.