عَن عَلِيٍّ بْنِ أَبِي طَالِبٍ رَضيَ اللهُ عنه قَالَ:
أَخَذَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَرِيرًا بِشِمَالِهِ، وَذَهَبًا بِيَمِينِهِ، ثُمَّ رَفَعَ بِهِمَا يَدَيْهِ، فَقَالَ: «إِنَّ هَذَيْنِ حَرَامٌ عَلَى ذُكُورِ أُمَّتِي، حِلٌّ لِإِنَاثِهِمْ».
[صحيح] - [رواه أبو داود والنسائي وابن ماجه] - [سنن ابن ماجه: 3595]
المزيــد ...
અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના જમણા હાથમાં રેશમ અને ડાબા હાથમાં સોનું લીધું, ફરી બંને હાથ ઉઠાવ્યા, અને કહ્યું: આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ ઈબ્ને માજા - 3595]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રેશમનો પોશાક અથવા તેનું કાપડ પોતાના ડાબા હાથમાં લીધું અને પોતાના જમણા હાથમાં સોનાનો કોઈ દાગીનો અથવા તેના જેવી જ એક વસ્તુ લીધી, પછી કહ્યું: નિઃશંક રેશમ અને સોનુ મારી ઉમમતના પુરુષો માટે હરામ છે, અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે.