+ -

عن أبي هريرة رضي الله عنه قال:
لعن رسول الله صلى الله عليه وسلم الرجل يلبس لِبْسَةَ المرأة، والمرأة تلبس لِبْسَةَ الرجل.

[صحيح] - [رواه النسائي في الكبرى وابن ماجه بمعناه وأحمد] - [السنن الكبرى للنسائي: 9209]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 9209]

સમજુતી

અલ્લાહના પયગંબર ﷺએ તે દરેક પુરુષ માટે અલ્લાહની કૃપાથી દૂર થઈ જવાની દુઆ કરી છે, જે સ્ત્રીઓની માફક કપડાં પહેરતા હોય, જે ફક્ત સ્ત્રીઓ માટે ખાસ હોય છે; ભલેને તે ડિઝાઇનમાં, રંગમાં, બનાવટમાં અથવા શણગારરૂપે અપનાવવામાં આવતો પોશાક હોય અથવા અન્ય કોઈ પણ રીતે તેમના જેવો પોશાક હોય, અને એ જ પ્રમાણે તે સ્ત્રી માટે જે પુરુષોની માફક કપડાં પહેરતી હોય, જે ફક્ત પુરુષો માટે ખાસ હોય, અને આ કબીરહ ગુનાહો માંથી એક છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: પુરુષોએ સ્ત્રીનું સ્વરૂપ અપનાવવું અને સ્ત્રીઓએ પુરુષોનું સ્વરૂપ અપનાવવું હરામ છે; કારણકે લઅનત એક હરામ કાર્ય પર કરવામાં આવે છે.
  2. શૈખ ઈબ્ને ઉષૈમીન રહિમહુલ્લાહએ કહ્યું: તે કપડાં જે બંને માટે હોય, જેમકે કેટલીક ટીશર્ટ જે પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરે છે, તો તેમાં કોઈ વાંધો નથી, અર્થાત્ પુરુષો અને સ્ત્રી માટે પહેરવામાં કોઈ વાંધો નથી; કારણકે તે બંને માટે સરખા છે.
વધુ