عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَتَتَّبِعُنَّ سَنَنَ الَّذِينَ مِنْ قَبْلِكُمْ، شِبْرًا بِشِبْرٍ، وَذِرَاعًا بِذِرَاعٍ، حَتَّى لَوْ دَخَلُوا فِي جُحْرِ ضَبٍّ لَاتَّبَعْتُمُوهُمْ» قُلْنَا: يَا رَسُولَ اللهِ آلْيَهُودَ وَالنَّصَارَى؟ قَالَ: «فَمَنْ؟».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2669]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તમે તમારા પહેલાના લોકોના માર્ગનું પર એવી જ રીતે ચાલશો, જેવી રીતે એક તૈયાર કરેલું તીર બીજા તીરની પાછળ હોય છે, અહીં સુધી કે જો તે ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તમે પણ તેમાં દાખલ થશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ વિષે વાત કરી રહ્યા છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય એ કહ્યું: «તો બીજું કોણ?».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2669]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે તેમના સમય પછી એક એવો સમય આવશે કે તેમની કોમની સ્થિતિ એવી હશે કે પોતાના અકીદા, માન્યતાઓ, કાર્યો અને પ્રથાઓને છોડી સંપૂર્ણ રીતે એક તૈયાર કરેલું તીર જે રીતે બીજા તીરની પાછળ હોય છે, એવી જ રીતે તેઓ પણ યહૂદીઓ અને નસારાઓનું અનુસરણ કરશે, અહીં સુધી કે જો તેઓ ગરોળીની ગુફામાં દાખલ થશે, તો તેઓ પણ તેમની પાછળ તેમાં દાખલ થશે.