عَن عَائِشَةَ أُمِّ المؤْمِنين رضي الله عنها زَوْجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَدَّثَتْهُ قَالَتْ:
جَاءَتْنِي امْرَأَةٌ مَعَهَا ابْنَتَانِ تَسْأَلُنِي، فَلَمْ تَجِدْ عِنْدِي غَيْرَ تَمْرَةٍ وَاحِدَةٍ، فَأَعْطَيْتُهَا فَقَسَمَتْهَا بَيْنَ ابْنَتَيْهَا، ثُمَّ قَامَتْ فَخَرَجَتْ، فَدَخَلَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَحَدَّثْتُهُ، فَقَالَ: «مَنْ يَلِي مِنْ هَذِهِ البَنَاتِ شَيْئًا، فَأَحْسَنَ إِلَيْهِنَّ، كُنَّ لَهُ سِتْرًا مِنَ النَّارِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5995]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિવાયત કરે છે:
એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી, તેણીની સાથે તેની બે બાળકીઓ પણ હતી, તેણે મારી પાસે કંઈક માગ્યું, પરંતુ તેને મારી પાસેથી એક ખજૂર સિવાય કંઈ જ ન મળ્યું, મેં તેને એક ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી અને પોતે તેમાંથી કંઈ જ ન ખાધું, પછી તે ઉભી થઇ જતી રહી, એટલા માંજ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, મેં સંપૂર્ણ કિસ્સો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5995]
આ હદીષમાં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે એક સ્ત્રી પોતાની સાથે તેની બે બાળકીઓ લઈને આવી, મારી પાસે તેણે કંઈક ખાવાનું માગ્યું, પરંતુ મારી પાસે એક ખજૂર સિવાય કંઈ જ ન હતું, મેં તેને તે ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર પોતાની બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી, અને પોતે કંઈ ન ખાધું, પછી તે ઉભી થઇ અને જતી રહી, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, આયશા રઝી અલ્લાહુ અન્હાએ સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વ્યક્તિની બાળકીઓ દ્વારા કસોટી કરવામાં આવી હોય અને જો તે વ્યક્તિ તેમની સાથે સારો વ્યવહાર કરે, તેમને શિષ્ટા શીખવાડે, તેમના ખાનપાનનો ખર્ચો ઉઠાવે, તેમને કપડાં પહેરાવે, અને સબર કરે, તો તેઓ જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે.