+ -

عَنِ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدِ رَضيَ اللهُ عنهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ:
«تُدْنَى الشَّمْسُ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْخَلْقِ، حَتَّى تَكُونَ مِنْهُمْ كَمِقْدَارِ مِيلٍ»، قَالَ سُلَيْمُ بْنُ عَامِرٍ: فَوَاللهِ مَا أَدْرِي مَا يَعْنِي بِالْمِيلِ؟ أَمَسَافَةَ الْأَرْضِ، أَمِ الْمِيلَ الَّذِي تُكْتَحَلُ بِهِ الْعَيْنُ قَالَ: «فَيَكُونُ النَّاسُ عَلَى قَدْرِ أَعْمَالِهِمْ فِي الْعَرَقِ، فَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى كَعْبَيْهِ، وَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى رُكْبَتَيْهِ، وَمِنْهُمْ مَنْ يَكُونُ إِلَى حَقْوَيْهِ، وَمِنْهُمْ مَنْ يُلْجِمُهُ الْعَرَقُ إِلْجَامًا» قَالَ: وَأَشَارَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِيَدِهِ إِلَى فِيهِ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2864]
المزيــد ...

મિકદાદ બિન અસ્વદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«કયામતને દિવસે સૂર્યને સર્જનની તદ્દન નજીક કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે તેમનાથી એક માઈલ જેટલા અંતરે હશે», સુલૈમ બિન આમિરે કહ્યું: અલ્લાહની કસમ! હું નથી જાણતો કે માઈલનો અર્થ શું છે? શું ખરેખર જમીન માપવામાં આવતું એક માઈલ જેટલું અંતર કે પછી આંખો માટે વાપરવામાં આવતી સુરમાંની કાડી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક લોકો પોતાના કર્મ પ્રમાણે પરસેવામાં ડૂબેલા હશે, કેટલાક લોકો ઘૂંટી સુધી ડૂબેલા હશે તો કેટલાક લોકો ઘૂંટણ સુધી ડૂબેલા હશે, કેટલાક લોકો કમર સુધી ડૂબેલા હશે તો કેટલાક માટે તેમનો પરસેવો તેમની લગામ બની જશે», રિવાયત કરનારે કહ્યું: આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મોઢા તરફ ઈશારો કર્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2864]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે સૂર્ય કયામતના દિવસે લોકોથી ખૂબ જ નજીક આવી જશે, એટલો નજીક કે તેમના માથાથી એક માઈલ જેટલો જ દૂર હશે. તાબઇ સુલૈમ બિન આમિર રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહની કસમ! હું નથી જાણતો કે માઈલનો અર્થ શું છે, ખરેખર ધરતી પણ એક માઈલનું જે અંતર હોય છે તે પ્રમાણે અથવા આંખમાં નાખવામાં આવતો સુરમાની કાડી જેટલું અંતર? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: લોકો પોતાના કર્મો પ્રમાણે પરસેવામાં ડૂબેલા હશે; કેટલાક લોકો તેમની ઘૂંટી સુધી તો કેટલાક તેમના ઘૂંટણ સુધી અને કેટલાક તો તેમની કમર સુધી ડૂબેલા હશે, જ્યાં તેઓ તેમની સરવાલ બાંધતા હોય છે અને કેટલાક લોકો તો મોઢા સુધી ડૂબેલા હશે, જેના વડે તેઓ વાતચીત કરતા હોય છે. રિવાયત કરનારે કહ્યું: છેલ્લા શબ્દો વર્ણન કર્યા પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મોઢા તરફ ઈશારો કર્યો.

હદીષથી મળતા ફાયદા

  1. કયામતના દિવસે (મહેશરના મેદાન)ની ભયાનકતા અને તેનાથી સચેત કરવું.
  2. કયામતના દિવસે લોકોની સ્થિતિ તેમણે દુનિયામાં કરેલ કર્મો પ્રમાણે હશે.
  3. ભલાઈના કાર્યો કરવા તરફ પ્રોત્સાહન અને બુરાઈના કાર્યોથી દૂર રહેવાનો આદેશ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ
વધુ