عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
أَلَسْتُمْ فِي طَعَامٍ وَشَرَابٍ مَا شِئْتُمْ؟ لَقَدْ رَأَيْتُ نَبِيَّكُمْ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَا يَجِدُ مِنَ الدَّقَلِ مَا يَمْلَأُ بِهِ بَطْنَهُ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2977]
المزيــد ...
નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
શું તમે જે ઈચ્છો તે ખાતા-પિતા નથી? મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે પેટ ભરાઈ જાય એટલી ખજૂરો પણ ન હોતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2977]
નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ લોકોને તેમની પાસે રહેલી નેઅમતોને યાદ અપાવે છે, અને તેઓ જેટલું ઇચ્છે તેટલું ખાતા અને પીતા રહે છે, પછી તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ વિશે જણાવે છે કે તેઓ ભૂખના કારણે પોતાનું પેટ ભરવા માટે કોઈ નબળી ગુણવત્તાવાળી ખજૂર પણ મળતી ન હતી.