عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَمْنَعُوا إِمَاءَ اللَّهِ مَسَاجِدَ اللَّهِ، وَلَكِنْ لِيَخْرُجْنَ وَهُنَّ تَفِلَاتٌ».
[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 565]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 565]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓના વાલીઓ અને જવાબદારોને સ્ત્રીઓને મસ્જિદમાં જવા પર રોકવાથી સચેત કર્યા છે અને સ્ત્રીઓને બહાર નીકળતી વખતે બુરખો પહેરી નીકળવાનો આદેશ આપ્યો છે, અને શરગાણ કરવાથી રોક્યા છે, જેથી તેઓ પુરુષોને ફિતનામાં સપડાવવાનું કારણ ન બને.