عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمْ المَسْجِدَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ وَلْيَقُلْ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ وَلْيَقُلْ: اللَّهُمَّ اعْصِمْنِي مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ»، وَلِلْحَاكِمِ: «وَإِذَا خَرَجَ فَلْيُسَلِّمْ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَلْيَقُلْ: اللَّهُمَّ أَجِرْنِي مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ».
[حسن] - [رواه ابن ماجه والحاكم] - [سنن ابن ماجه: 773]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જયારે તમારા માંથી કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ), અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને શાશક માટે: «જયારે તે મસ્જિદ માંથી નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».
[હસન] - [رواه ابن ماجه والحاكم] - [સુનન્ ઈબ્ને માજા - 773]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં પ્રવેશ કરતી વખ્તે એક મુસલમાનને માર્ગદર્શન આપ્યું કે તે આ શબ્દો દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલે: "અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ", ફરી આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ). અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને બીજી હદીષમાં શાશક આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».