+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ صَلَّى صَلاَتَنَا وَاسْتَقْبَلَ قِبْلَتَنَا وَأَكَلَ ذَبِيحَتَنَا فَذَلِكَ المُسْلِمُ الَّذِي لَهُ ذِمَّةُ اللَّهِ وَذِمَّةُ رَسُولِهِ، فَلاَ تُخْفِرُوا اللَّهَ فِي ذِمَّتِهِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 391]
المزيــد ...

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 391]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનની જાહેર ઈબાદતોનું પાલન કરે, જેમકે નમાઝ પઢે, કાબા તરફ મોઢું કરી નમાઝ પઢે, અને આપણાં ઝબેહ કરેલ જાનવરને ખાવુ યોગ્ય સમજે, તો તે મુસલમાન છે, જેની પાસે અલ્લાહ અને તેના પયગંબરની અમાનત અને વચન છે, તેથી અલ્લાહના વચનમાં ભંગ ન કરો.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે ફક્ત બંને સાક્ષીઓથી તેના પ્રાણ સુરક્ષિત નથી થઈ જતાં, જ્યાં સુધી તે પોતાની ફરજો પૂરી ના પાડે, તેમાં સૌથી મોટી ફરજ નમાઝ છે, તેથી તેનું ખાસ કરીને વર્ણન કરવામાં આવ્યું, અને બીજી એક હદીષમાં નમાઝ સાથે ઝકાતનો પણ વધારો કરવામાં આવ્યો છે.
  2. લોકોના કાર્યોનો નિર્ણય બાહ્ય દ્રષ્ટિકોણથી થાય છે, છુપાયેલી દ્રષ્ટિકોણથી નહીં; તેથી જે કોઈ બાહ્ય રીતે ઇસ્લામના પ્રતીકોને જાહેર કરે, તેને મુસ્લિમ ગણવામાં આવે, સિવાય કે તેનાથી વિરુદ્ધ કંઈ સ્પષ્ટ થાય.
  3. ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: કિબલા તરફ મોઢું કરવાનું વર્ણન કરી જાણવા મળ્યું કે મુસલમાનો માટે જે નમાઝ તેમના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતારવામાં આવી છે, તેમાં કિબલા તરફ મોઢું કરવું અનિવાર્ય છે, તેથી જે વ્યક્તિ બૈતુલ્ મક્દિસ તરફ નમાઝ પઢે, જેમકે યહૂદી, તેમનો રદ થાય પછી પણ કરે છે અથવા પૂર્વ તરફ જેમકે ઈસાઈઓ કરે છે, તે મુસલમાન નથી, ભલેને તેઓ તૌહીદની સાક્ષી આપે.
  4. આ હદીષ નમાઝમાં કિબલા તરફ મોઢું કરવા માટે મહાન પુરાવો છે; કારણકે નમાઝની અન્ય કોઈ શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેમકે પવિત્રતા વગેરે.
  5. ઈમામ ઇબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં મુસલમાનોને ઝબેહ કરેલ જાનવરને ખાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેના દ્વારા જાણવા મળે છે કે તે દરેક જાહેર નિયમોનું પાલન કરનાર હોય, જેમાં સૌથી મહાન મુસલમાનોના ઝબેહ કરેલ જાનવરને ખાવાની વાત છે, અર્થાત્ તેનાથી સહમતી છે, જે વ્યક્તિ તેનાથી દૂર રહે તે મુસલમાન નથી.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ