عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أُنْزِلَ -أَوْ أُنْزِلَتْ- عَلَيَّ آيَاتٌ لَمْ يُرَ مِثْلُهُنَّ قَطُّ، الْمُعَوِّذَتَيْنِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 814]
المزيــد ...
ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 814]
ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આજે રાત્રે મારા પર એવી આયતો ઉતરી છે, જેના જેવી આયતો મેં ક્યારેય જોઈ નથી -પનાહ માંગવા બાબતે- તે બન્ને સૂરતો મુઅવ્વઝતૈન: સૂરે (કુલ્ અઊઝુ બિરબ્બિલ્ ફલક) અને સૂરે (કુલ અઊઝુ બિરબ્બિન્નાસિ.