عن أبي مسعود رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:
«مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ الْبَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5009]
المزيــد ...
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5009]
નબી ﷺ એ જણાવ્યું કે રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢીને સુઈ જવાથી, અલ્લાહ તેને દરેક બુરાઈ અને તકલીફથી બચાવી લે છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: આ બંને આયતો રાત્રે કિયામ કરવા પર પૂરતી થઈ જાય છે અર્થાત્ સંપૂર્ણ રાત નમાઝ પઢવા પર, એવી જ રીતે બીજા એક મંતવ્ય પ્રમાણે: દરેક પ્રકારનાઝિક્ર કરવા પર પૂરતી થઈ જાય છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: રાતની નમાઝમાં કમ સે કમ આ બંને આયતોને પઢી લેવી પૂરતી થઈ જાય છે, અન્ય આલિમોના મંતવ્યો પણ વર્ણન કરવામાં આવ્યા છે, શક્ય છે કે અહીંયા વર્ણવેલ દરેક મંતવ્યો સાચા હોય અને દરેક મંતવ્ય હદીષમાં આવી જતાં હોય.