+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضيَ اللهُ عنهما قَالَ:
رَجَعْنَا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ مَكَّةَ إِلَى الْمَدِينَةِ حَتَّى إِذَا كُنَّا بِمَاءٍ بِالطَّرِيقِ تَعَجَّلَ قَوْمٌ عِنْدَ الْعَصْرِ، فَتَوَضَّؤُوا وَهُمْ عِجَالٌ، فَانْتَهَيْنَا إِلَيْهِمْ وَأَعْقَابُهُمْ تَلُوحُ لَمْ يَمَسَّهَا الْمَاءُ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَيْلٌ لِلْأَعْقَابِ مِنَ النَّارِ أَسْبِغُوا الْوُضُوءَ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 241]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મક્કાથી પાછા ફરી મદીના આવ્યા, રસ્તામાં અમે એક ઝરણાં સુધી પહોંચ્યા, તો કેટલાક લોકોએ અસરના સમયે ઉતાવળ કરી, તે લોકોએ જલ્દી જલ્દી વઝૂ કર્યું, અમે જોયું કે તે લોકોએ વઝૂ એવી રીતે કર્યું કે તેમની પગની એડીઓ સુધી પાણી નહતું પહોંચ્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: આવી એડીઓ માટે આગનો અઝાબ છે, વઝુ ખૂબ સારી રીતે કરો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સહીહ મુસ્લિમ - 241]

સમજુતી

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીનાના સફર પર હતા, તેમની સાથે સહાબાઓ પણ હતા, તેમને રસ્તામાં પાણી મળી આવ્યું, તો કેટલાક સહાબાઓ અસરની નમાઝ પઢવા માટે ઉતાવળ કરી અને એવી રીતે વઝૂ કર્યું કે લોકોએ ચોખ્ખું જોયું કે તેમની એડીઓ સૂકી છે; કારણકે ત્યાં સુધી પાણી પહોંચ્યું ન હતું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: એવા લોકો માટે આગ (જહન્નમ)નો અઝાબ અને નષ્ટતા છે, જેઓ વઝૂ કરતી વખતે એડીઓને ધોવામાં આળસ કરે છે, અને તેની સાથે જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમણે સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવાનો આદેશ આપ્યો.

ભાષાતર: ઉર્દુ ઇન્ડોનિષયન સિન્હાલા હિન્દી વિયેતનામીસ ટગાલોગ હૌસા સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية الدرية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વઝુ કરતી વખતે બન્ને પગ ધોવા જરૂરી છે, જો ફક્ત મસહ કરવો જાઈઝ હોત, તો એડીઓ ન ધોવા પર આગ (જહન્નમ)ના અઝાબની ચેતવણી આપવામાં ન આવતી.
  2. વઝૂના દરેક અંગોને ખૂબ સારી રીતે ધોવા જરૂરી છે, જે વ્યક્તિ જાણી જોઈને અથવા આળસ કરી વઝૂના અંગોના થોડાક પણ ભાગને નહિ ધોવે, તો તેની નમાઝ નહીં ગણાય.
  3. અજ્ઞાની લોકોને શિક્ષા આપવા તેમજ તેમને સાચું માર્ગદર્શન આપવાની મહત્ત્વતા.
  4. એક આલિમ જ્યારે લોકોમાં શરીઅતના જરૂરી આદેશોનું ઉલંઘન કરતાં જુએ, તો તેણે તેમની સારા અંદાજમાં ઇસ્લાહ કરવી જોઈએ.
  5. મોહમ્મદ ઇસ્હાક દહલવીએ કહ્યું: સંપૂર્ણ અને સારી રીતે વઝૂ કરવાના ત્રણ પ્રકાર છે: ૧- ફર્ઝ: (અનિવાર્ય રૂપે) વઝૂના દરેક અંગોને સપૂર્ણ રીતે એક એક વખત ધોવા, ૨- સુન્નત: વઝૂના દરેક અંગોને ત્રણ ત્રણ વખત ધોવા, ૩- મુસ્તહબ (જાઈઝ): વઝૂના દરેક અંગોને ત્રણ વખત ખૂબ જ સારી રીતે પાણી પહોંચાડીને ધોવા.