عَنْ أَبِي ثَعْلَبَةَ الخُشَنِيِّ جُرْثُومِ بن نَاشِرٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَال:
«إِنَّ اللَّهَ فَرَضَ فَرَائِضَ فَلَا تُضَيِّعُوهَا، وَحَدَّ حُدُودًا فَلَا تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاءَ فَلَا تَنْتَهِكُوهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ غَيْرَ نِسْيَانٍ فَلَا تَبْحَثُوا عَنْهَا».
[قال النووي: حديث حسن] - [رواه الدارقطني في سننه، وغيره] - [الأربعون النووية: 30]
المزيــد ...
અબૂ ષઅલબા ખુશની જુરષૂમ બિન્ નાશિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ઉચ્ચ અલ્લાહએ કેટલીક વસ્તુ અનિવાર્ય કરી છે, તેને વ્યર્થ ન કરો, કેટલીક સીમાઓ નક્કી કરી છે, તેનાથી આગળ ન વધો, કેટલીક વસ્તુ હરામ કરી છે, તેમાં સપડાઈ તેની પવિત્રતાનું ઉલ્લઘન ન કરો, અને કેટલીક વસ્તુઓ તમારા પર દયા કરતા, ભૂલ્યા વગર ગુપ્ત રાખવામાં આવી છે, તે બાબતે ચર્ચા ન કરો».
[قال النووي: حديث حسن] - [رواه الدارقطني في سننه وغيره] - [الأربعون النووية - 30]
આ હદીષમાં મુહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તમારા પર કેટલીક વસ્તુઓ અનિવાર્ય કરી છે, તેનું પાલન કરો અને તેની અવગણના તેમજ બેદરકારી કરવાથી બચો, તેણે તમારા માટે કેટલીક સીમાઓ અને અવરોધ નક્કી કર્યા છે, જેનાથી તે ખુશ નથી માટે તેનાથી દૂર રહો અને શરીઅતે વર્ણવેલ હદથી આગળ ન વધો, અને તેણે કેટલીક વસ્તુઓને હરામ કરી છે, તેમાં પડશો નહીં અને નજીક પણ ન જશો અને કેટલીક વસ્તુ બાબતે પોતાના બંદાઓ પર દયા કરતા તેને એમ જ છોડી દેવામાં આવી છે, અને તેના વિષે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી, જેથી તે વસ્તુઓ તેની વાસ્તવિકતામાં યોગ્ય જ રહેશે, જેથી તેના વિષે પુષ્ટિ કરવા માટે ચર્ચા ન કરશો.