કેટેગરીઓ:
+ -

عَنْ أَمِيرِ المُؤْمِنِينَ أَبِي حَفْصٍ عُمَرَ بْنِ الخَطَّابِ رضي الله عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إنَّمَا الأَعْمَالُ بِالنِّيَّاتِ، وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى، فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إلَى اللَّهِ وَرَسُولِهِ، وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَنْكِحُهَا فَهِجْرَتُهُ إلَى مَا هَاجَرَ إلَيْهِ».

[صحيح] - [رواه إماما المحدثين أبو عبد الله محمد بن إسماعيل بن إبراهيم بن المغيرة بن بردزبه البخاري، وأبو الحسين مسلم بن الحجاج بن مسلم القشيري النيسابوري في صحيحيهما اللذين هما أصح الكتب المصنفة] - [الأربعون النووية: 1]
المزيــد ...

મોમિનોના શાસક અબૂ હફ્સ ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«કાર્યોનો આધાર નિયતો પર હોય છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારુ અથવા ખરાબ) વળતર મળશે, બસ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેના માટે જ ગણવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી, તો તેની હિજરત તેના માટે જ હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه إماما المحدثين أبو عبد الله محمد بن إسماعيل بن إبراهيم بن المغيرة بن بردزبه البخاري وأبو الحسين مسلم بن الحجاج بن مسلم القشيري النيسابوري في صحيحيهما اللذين هما أصح الكتب المصنفة] - [الأربعون النووية - 1]

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે દરેક અમલનો બદલો નિયત પર નિર્ભર છે, અને આ આદેશ દરેક અમલ માટે સામાન્ય છે, ઈબાદતમાં પણ અને વ્યવહારમાં પણ, જે વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ અમલ કરશે તો તેને તેના ફાયદા માટે જ બદલો આપવામાં આવશે, અને જે વ્યક્તિ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે કોઈ અમલ કરશે તો તે સંપૂર્ણ બદલો જરૂર પામશે ભલેને તે અમલ ખાવા અને પીવા માફક કોઈ સાધારણ અમલ જ કેમ ન હોય.
પછી આપ ﷺ એ એક ઉદાહરણ આપી સમજાવ્યું કે અમલ કરવામાં નિયતનો કેટલો મોટો આધાર હોય છે, જાહેરમાં બન્નેની સ્થિતિ એક જ જેવી લાગે છે, જણાવ્યું કે જે વ્યક્તિ હિજરતનો ઈરાદો કરે અને તે પોતાના પાલનહારને ખુશ કરવા માટે વતન છોડશે તો તેની હિજરત શરીઅત પ્રમાણે કબૂલ કરવામાં આવશે તેને પોતાની સાચી નિયત પ્રમાણે સવાબ આપવામાં આવશે, અને જેનો હિજરત કરવાનો ઈરાદો દુનિયા પ્રાપ્તિ માટે હશે, માલ માટે, પદ માટે, વેપારધંધા માટે અથવા તો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હશે તો તેને ફક્ત તેની નિયત પ્રમાણે જ બદલો આપવામાં આવશે, તેના માટે આખિરતમાં કોઈ સવાબ અને નેકી લખવામાં નહીં આવી હોય.

હદીષથી મળતા ફાયદા

  1. અમલમાં ઇખલાસ તરફ ઉભરવામાં આવ્યા છે, એટલા માટે કે અલ્લાહ ફક્ત તેની પ્રસન્નતા માટે કરવામાં આવેલો અમલ જ કબૂલ કરે છે.
  2. તે અમલ જેના દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકાય છે, જો અમલ કરનાર વ્યક્તિ તેને આદત પ્રમાણે અમલ કરશે તો તેને કોઈ સવાબ આપવામાં નહીં આવે, જ્યાં સુધી તે અમલ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે નહીં કરે.
  3. નિયતના આધારે જ કેટલીક ઈબાદતોને ઈબાદતથી અલગ કરવામાં આવે છે, તેમજ ઈબાદતને આદત (ટેવ) થી અલગ કરવામાં આવે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ