કેટેગરીઓ:
+ -

عَنِ النَّوَّاسِ بْنِ سِمْعَانَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«البِرُّ: حُسْنُ الخُلُقِ، وَالإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ». وَعَنْ وَابِصَةَ بْنِ مَعْبَدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: أَتَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «جِئْتَ تَسْأَلُ عَنِ البِرِّ وَالإِثْمِ»، قُلْتُ: نَعَمْ، قَالَ: «اسْتَفْتِ قَلْبَكَ، البِرُّ: مَا اطْمَأَنَّتْ إلَيْهِ النَّفْسُ، وَاطْمَأَنَّ إلَيْهِ القَلْبُ، وَالإِثْمُ: مَا حَاكَ فِي نَفْسِكَ وَتَرَدَّدَ فِي الصَّدْرِ، وَإِنْ أَفْتَاكَ النَّاسُ وَأَفْتَوْكَ».

[صحيح] - [الحديث الأول: رواه مسلم، والحديث الثاني: رواه أحمد والدارمي.] - [الأربعون النووية: 27]
المزيــد ...

નવ્વાસ બિન્ સિમઆન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નેકી સારા અખ્લાકને કહે છે, અને ગુનાહ, જે તમારા દિલમાં શંકા ઉભી કરે, અને તેના વિશે લોકોને જાણ થવી તમને પસંદ ન હોય».

-

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નેકી અને ગુનાહ વિશે વર્ણન કરતા કહ્યું: સૌથી મોટી નેકી સારા અખ્લાક (ચારિત્ર્ય) છે, અલ્લાહ સાથે સારા વ્યવહારનો અર્થ એ કે તેનો ડર અપનાવવામાં આવે અને સર્જન સાથે સારા વ્યવહારનો અર્થ એ છે કે તેમના તરફથી મળતી તકલીફો ને સહન કરવામાં આવે, ગુસ્સો ઓછો કરવામાં આવે, હસ્તા મોઢે મળવું જોઈએ, સારી વાત કહેવામાં આવે, સિલા રહેમી કરવામાં આવે, વાત માનવામાં આવે, સદ્ વ્યવહાર કરવામાં આવે, ભલાઈ સાથે જીવન પસાર કરવામાં આવે, સારો સંગાથ રાખવો, કહેવાનો તાંતપર્ય એ કે નેકી તે છે, જેનાથી મનમાં શાંતિ મળે. જ્યારે કે ગુનોહ એવી શંકાસ્પદ વસ્તુ છે, જે દિલમાં સંદેહ કરે, તેનાથી મનને શાંતિ ન મળે, વારંવાર તે સંદેહ દિલમાં આવતો રહે છે કે ક્યાંક આ ખોટું તો નથી, અને તેને સારા તેમજ સદાચારી લોકો સામે ઉલ્લેખ કરતા પણ કચકાતા હોય; કારણકે પ્રાકૃતિક રીતે માનવીનું મન એમ ઇચ્છતું હોય છે કે લોકો તેની સારી વાતો ને જ જાણે, જો તમે કંઈ બાબતે લોકોને જાણવા પણ નાપસંદ કરતા હોય, તો તેનો અર્થ એ છે કે તે ગુનોહ છે, ભલેને લોકો જાઈઝ હોવાનો ફતવો કેમ ન આપે, તો પણ તેમના ફતવાને કબૂલ ન કરો, જ્યાં સુધી તમારા દિલમાં શંકા થતી રહે; કારણકે ફતવાથી શંકા દૂર નથી થતી, જ્યાં સુધી ફતવો યોગ્ય હોય, અને તેને આપનાર અજ્ઞાની હોય, પરંતુ જો ફતવો શરીઅત પ્રમાણે હોય તો પૂછનારે તેને માનવું જરૂરી છે, ભલેને તેનું મન માનતું હોય કે ન માનતું હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ