કેટેગરીઓ:
+ -

عَنْ عُمَرَ بْنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْ أَنَّكُمْ كُنْتُمْ تَوَكَّلُونَ عَلَى اللهِ حَقَّ تَوَكُّلِهِ لَرَزَقَكُمْ كَمَا يَرْزَقُ الطَّيْرَ تَغْدُو خِمَاصًا وَتَرُوحُ بِطَانًا».

[صحيح] - [رواه الإمام أحمد، والترمذي، والنسائي، وابن ماجه، وابن حبان في صحيحه، والحاكم] - [الأربعون النووية: 49]
المزيــد ...

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه الإمام أحمد والترمذي والنسائي وابن ماجه وابن حبان في صحيحه والحاكم] - [الأربعون النووية - 49]

સમજુતી

આ હદીષમાં એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આપણે દરેક બાબતમાં અલ્લાહ પર ભરોસો કરવો જોઈએ, દીન અને દુનિયાની દરેક બાબતમાં ફાયદાની પ્રાપ્તિ અને નુકસાનથી બચવા માટે અલ્લાહ પર જ ભરોસો કરવામા આવે, અલ્લાહ સિવાય ન તો કોઈ આપી શકે છે અને ન તો રોકી શકે છે અને ન તો કોઈ નુકસાન દૂર કરી શકે છે અને ન તો ફાયદો આપી શકે છે. અને આ ભરોસો કર્યા પછી ફાયદો પહોંચાડવા માટેના સ્ત્રોત અને નુકસાન દૂર કરવાના સ્ત્રોત જરૂર અપનાવવા જોઈએ, જો આ પ્રમાણે કરીશું તો અલ્લાહ આપણને એવી રીતે રોજી આપશે જેવી રીતે પક્ષીઓને રોજી પહોંચાડે છે, તેઓ સવાર સવારમાં ભૂખ્યા પેટે નીકળે છે અને જ્યારે પાછા ફરે છે તો ભરપેટ પાછા ફરે છે, પક્ષીઓ આળસ કર્યા વગર રોજીની શોધમાં મહેનત કરે છે, જે સ્ત્રોત અપનાવવાની ઠોસ દલીલ છે.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ પર ભરોસો કરવાની મહત્વતા, અલ્લાહ પર ભરોસો કરવો એ રોજી પ્રાપ્ત કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે.
  2. અલ્લાહ પર ભરોસો કરવો એ સ્ત્રોત અપનાવવા પર રોક નથી લગાવતું, કારણકે તેણે જણાવ્યું કે સવાર સાંજ રોજીની શોધમાં નીકળવું એ અલ્લાહ ભરોસ વિરુદ્ધ નથી.
  3. શરીઅતમાં દિલની ઈબાદતનું મહત્વ, કારણકે ભરોસો કરવો દિલનું કામ છે.
  4. ફક્ત સ્ત્રોત પર ભરોસો કરવો દીનમાં નુકસાન ગણાશે અને સ્ત્રોતને સંપૂર્ણ છોડી દેવા તે બુદ્ધિમાં નુકસાન ગણાશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન બોસ્નિયન હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન الأمهرية Kirgisisch النيبالية الدرية الصربية الطاجيكية Kinyarwanda المجرية التشيكية الموري الولوف Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
કેટેગરીઓ
વધુ