عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو رضي الله عنهما قال: قال رَسولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا، وَإِنْ كَانَتْ خَصْلَةٌ مِنْهُنَّ فِيهِ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: مَنْ إِذَا حَدَّثَ كَذَبَ، وإِذَا وَعَدَ أَخْلَفَ، وإذَا خَاصَمَ فَجَرَ، وَإِذَا عَاهَدَ غَدَرَ».
[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 48]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ચાર આદતો જેમાં હોય તે સંપૂર્ણ મુનાફિક (દંભી) ગણવામાં આવશે, અને જેમાં તેમાંથી કોઈ એક આદત હશે તો તેનામાં મુનાફિકો જેવી આદત ગણવામાં આવશે, જ્યારે વાત કરે તો જૂઠું બોલે, જ્યારે વચન કરે, તો વચનભંગ કરે, જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે, અને જ્યારે વચન કરે, તો ધોખો આપે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية - 48]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાર આદતોથી બચવાની તાકીદ કરી રહ્યા છે, જ્યારે એક મુસલમાનમાં આ ચારેય આદતો ભેગી થઈ જાય, તો તેને મુનાફિક ગણવામાં આવશે, અહીંયા વાત તે વ્યક્તિ વિષે થઈ રહી છે જેનામાં આ ચાર આદતો હાવી થઈ ગયા હોય, અને જો કોઈ વ્યક્તિમાં આ આદતો ક્યારેક ક્યારેક જોવા મળે તો તેને મુનાફિક કહેવામાં નહિ આવે, અને તે ચાર આદતો નીચે પ્રમાણે છે:
પહેલી: જ્યારે પણ તે વાત કરે, તો જાણી જોઈને જૂઠ્ઠું બોલે અને સાચું ન બોલે.
બીજી: જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે, તો તે અમાનતનું ધ્યાન ન રાખે અને ઘોખો આપશે.
ત્રીજી: જ્યારે તે કોઈ વાયદો કરે, તો વાયદો પૂરો નહીં કરે અને વિરોધ કરશે.
ચોથી: જ્યારે કોઈની સાથે ઝઘડો કરે, તો ખૂબ લડશે અને સાચી વાત નહીં માને, અને તે સાચી વાતને રદ કરશે તેમજ તેને બાતેલ ઠહેરાવશે, તેમજ તે ખોટી અને જૂઠ્ઠી વાત કહેશે.
નિફાક (દંભ): દિલમાં હોય તેનાથી વિરુદ્ધ વ્યવહાર કરવો, અને આ અર્થ તે વ્યક્તિમાં જોવા મળે છે, જેનામાં આ ચારેય આદતો હોય, અહીંયા નિફાક તે વ્યક્તિના હિતમાં ગણવામાં આવશે, જેણે જૂઠ્ઠી વાત કરી છે, વાયદો કર્યો છે, જેની પાસે અમાનત મૂકી છે, અને ઝગડો કર્યો છે, તેનો અર્થ એ નથી કે તે ઇસ્લામ વિષે મુનાફિક (દંભી) છે, અને મુસલમાન હોવાનો દેખાડો કરે છે, અને પોતાના દિલમાં કુફ્ર છુપાવે છે, જે વ્યક્તિની અંદર આ ચાર આદતો માંથી કોઈ એક આદત હોય, તો તેની અંદર નિફાક (દંભ) નું એક ગુણ હશે, જ્યાં સુધી તે તેને છોડી ન દે.