عَنْ أَبِي بُرْدَةَ، عَنْ أَبِيهِ أَبِي مُوسَى الأَشْعَريِّ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَعَثَهُ إِلَى اليَمَنِ، فَسَأَلَهُ عَنْ أَشْرِبَةٍ تُصْنَعُ بِهَا، فَقَالَ: وَمَا هِيَ؟، قَالَ: «البِتْعُ وَالمِزْرُ»، فَقِيلَ لِأَبِي بُرْدَةَ: مَا البِتْعُ؟ قَالَ: نَبِيذُ العَسَلِ، وَالمِزْرُ: نَبِيذُ الشَّعِيرِ، فَقَالَ: «كُلُّ مُسْكِرٍ حَرَامٌ» خرجه البخاري.
وَخَرَّجَهُ مُسْلِمٌ وَلَفْظُهُ: قَالَ: بَعَثَنِي رَسُولُ اَلله أَنَا وَمُعَاذٌ إِلَى اَليَمَنِ، فَقُلْتُ: يَا رَسُولُ اَللَّهِ! إِنَّ شَرَابًا يُصْنَعُ بِأَرْضِنَا يُقَال لَهُ: المِزَرُ مِنَ الشَّعِيرِ، وَشَرَابٌ يُقَالُ لَهُ: البِتْعُ مِنَ العَسَلِ، فَقَالَ: «كُلُّ مُسْكِرٍ حَرَامٌ».
وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: «فَقَالَ: كُلُّ مَا أَسْكَرَ عَنِ الصَّلَاةِ فَهُوَ حَرَامٌ».
وَفِي رِوَايَةٍ لَهُ: «وَكَانَ رَسُولُ الله قَدْ أُعْطِيَ جَوَامِعَ الكَلِمِ بِخَوَاتِمِهِ، فَقَالَ: أَنْهَى عَنْ كُلِّ مُسْكِرٍ أَسْكَرَ عَنْ الصَّلَاةِ».
[صحيح] - [رواه البخاري ومسلم] - [الأربعون النووية: 46]
المزيــد ...
અબૂ બુરદહ પોતાના પિતા અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરે છે:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ
તેમને યમન તરફ મોકલ્યા, તેમણે ત્યાં બનાવવામાં આવતા પીણાં વિશે સવાલ કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»તે શું છે?» અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «બિતઅ અને મિઝર», અબૂ બુરદહને પૂછવામાં આવ્યું કે બિતઅ શું છે? તેમણે કહ્યું કે મધથી બનાવવામાં આવતી શરાબ, અને મિઝર જુવારથી તૈયાર કરવામાં આવતી શરાબ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક નશીલા પદાર્થ હરામ છે» આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.
-
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન મોકલ્યા, તેમને ત્યાં બનવવામાં આવતા કેટલાક નશીલા પદાર્થ વિશે સવાલ કર્યો કે તે હલાલ છે કે હરામ? તો આપે તેના વિશે વધુ માહિતી લીધી. અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે પદાર્થ બિતઅ અર્થાત્ મધથી બનતી શરાબ અને મિઝર અર્થાત્ જુવારથી બનતી શરાબ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેમને વિપુલ શબ્દો દ્વારા વાતચીત કરવાની ગુણવત્તા આપવામાં આવી હતી, કહ્યું: «દરેક કેફી પદાર્થ હરામ છે».