عَنْ أَبِي مُحَمَّدٍ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ العَاصِ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يَكُونَ هَوَاهُ تَبَعًا لِمَا جِئْتُ بِهِ».
[قال النووي: حديث صحيح] - [رويناه في كتاب الحجة بإسناد صحيح] - [الأربعون النووية: 41]
المزيــد ...
અબૂ મુહમ્મદ અબ્દુલ્લાહ બિન્ અમ્ર બિન્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે».
-
આ હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો, જ્યાં સુધી તેની મોહબ્બત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશો મુજબ ન હોય, જેનો આદેશ આપે આપ્યો, તેનાથી મોહબ્બત કરે અને જેનાથી રોક્યા હોય તેને નાપસંદ કરે.