عَنْ أَبِي هُرَيْرَة رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُول اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إنَّ اللَّهَ تَعَالَى قَالَ: مَنْ عَادَى لِي وَلِيًّا فَقْد آذَنْتُهُ بِالحَرْبِ، وَمَا تَقَرَّبَ إلَيَّ عَبْدِي بِشَيْءٍ أَحَبَّ إلَيَّ مِمَّا افْتَرَضْتُ عَلَيْهِ، وما يَزَالُ عَبْدِي يَتَقَرَّبُ إلَيَّ بِالنَّوَافِلِ حَتَّى أُحِبَّهُ، فَإِذَا أَحْبَبْتُهُ كُنْتُ سَمْعَهُ الَّذِي يَسْمَعُ بِهِ، وَبَصَرَهُ الَّذِي يُبْصِرُ بِهِ، وَيَدَهُ الَّتِي يَبْطِشُ بِهَا، وَرِجْلَهُ الَّتِي يَمْشِي بِهَا، وَإِنْ سَأَلَنِي لَأُعْطِيَنَّهُ، وَلَئِنْ اسْتَعَاذَنِي لَأُعِيذَنَّهُ».
[صحيح] - [رواه البخاري] - [الأربعون النووية: 38]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે, અને બંદો નફિલ કાર્યો દ્વારા પણ મારી નિકટતા પ્રાપ્ત કરી શકે છે, અહીં સુધી કે હું તેનાથી મોહબ્બત કરવા લાગુ છું, જ્યારે હું તેનાથી મોહબ્બત કરું છું, તો હું તેનો કાન બની જાઉં છું, જેનાથી તે સાંભળે છે, તેની આંખ બની જાઉં છું, જેનાથી તે જુવે છે, તેનો હાથ બની જાઉં છું, જેનાથી તે પકડે છે, તેનો પગ બની જાઉં છું, જેનાથી તે ચાલે છે, જો તે મારી પાસે માંગે, તો હું તેને જરૂર આપું છું, અને જો તે મારું શરણ માગે તો હું જરૂર તેને શરણ આપું છું».
-
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષે કુદસીમાં જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: જેણે મારા વલીઓ માંથી કોઈ વલીને તકલીફ આપી, નારાજ કર્યો, તેના પ્રત્યે દ્વેષ રાખ્યો, મારા તરફથી તેની વિરુદ્ધ યુદ્ધની ઘોસણા છે. વલી અર્થાત: પરહેજગાર (ડરવાવાળો) મોમિન, જે વ્યક્તિ જેટલો ડરવાવાળો અને જેટલા અંશ સુધી તેનું ઇમાન હશે, અલ્લાહની દોસ્તી તેને એટલી જ નસીબ થશે, મુસલમાન અલ્લાહની નિકટતા જે અમલ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, અલ્લાહ પાસે તેમાંથી સૌથી વધુ પ્રિય વસ્તુ અલ્લાહએ અનિવાર્ય કરેલ અમલ છે, જેમાં ઇતાઅત (અનુસરણ) અને બુરાઈથી બચવું બન્નેનો સમાવેશ થાય છે, મુસલમાન ફર્ઝ કાર્યોની સાથે સાથે નફીલ કાર્યો દ્વારા પણ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે, અને એક સમય આવે છે કે તેને અલ્લાહની મોહબ્બત મળી જાય છે, જ્યારે અલ્લાહ તેનાથી મોહબ્બત કરશે તો નીચે વર્ણન કરવામાં આવેલ શરીરના અલગ અલગ ચાર અંગોને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે છે. તેના કાનને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ સાંભળે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના આંખને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ જુએ છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના હાથને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ પકડે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના પગને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ તરફ ચાલે છે, જે અલ્લાહને પસંદ હોય છે, અને તે જ કામ કરે છે જેમાં ભલાઈ હોય. સાથે સાથે જો તે અલ્લાહ પાસે કંઈ વસ્તુની માંગણી કરે, તો અલ્લાહ તેને જરૂર આપે છે, તેની દુઆ કબૂલ થાય છે, જો તે અલ્લાહનું શરણ માંગે, તો અલ્લાહ તેને નસીબ કરે છે, અને દરેક ભયજનક વાતોથી તેને છુટકારો આપે છે.