عَنْ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا يَرْوِي عَنْ رَبِّهِ تَبَارَكَ وَتَعَالَى، قَالَ:
«إنَّ اللهَ كَتَبَ الحَسَنَاتِ وَالسَّيِّئَاتِ، ثُمَّ بَيَّنَ ذَلِكَ، فَمَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْهَا؛ كَتَبَهَا اللهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، وَإِنْ هَمَّ بِهَا فَعَمِلَهَا؛ كَتَبَهَا اللهُ عِنْدَهُ عَشْرَ حَسَنَاتٍ إلَى سَبْعِمِائَةِ ضِعْفٍ إلَى أَضْعَافٍ كَثِيرَةٍ، وَإِنْ هَمَّ بِسَيِّئَةٍ فَلَمْ يَعْمَلْهَا؛ كَتَبَهَا اللهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، وَإِنْ هَمَّ بِهَا فَعَمِلَهَا؛ كَتَبَهَا اللهُ سَيِّئَةً وَاحِدَةً».
[صحيح] - [رواه البخاري ومسلم في صحيحيهما بهذه الحروف] - [الأربعون النووية: 37]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઉચ્ચ પાલનહારથી રિવાયત કરતા કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલાએ નેકીઓ અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેની સ્પષ્ટતા પણ કરી દીધી, અને કહ્યું કે જે વ્યક્તિએ કોઈ નેકીનો ઈરાદો કર્યો પરંતુ તેને કરી ન શક્યો તો અલ્લાહ તઆલા પોતાની પાસે એક સંપૂર્ણ નેકી લખે છે, અને જો તેણે ઈરાદા પ્રમાણે નેકી પર અમલ કર્યો તો અલ્લાહ પોતાની પાસે દસથી લઈ સાતસો સુધી, પરંતુ તેના કરતાં વધારે પણ નેકીઓ લખે છે, અને જો કોઈ વ્યક્તિએ કોઈ બુરાઈનો ઈરાદો કર્યો, અને પછી તેણે તે બુરાઈ ન કરી તો અલ્લાહ પોતાની પાસે એક સંપૂર્ણ નેકી લખી દે છે, અને જો તેણે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી, તો અલ્લાહ તઆલા ફક્ત એક જ બુરાઈ લખે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه البخاري ومسلم في صحيحيهما بهذه الحروف] - [الأربعون النووية - 37]
આપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે:
જે વ્યક્તિ ઈરાદો કરે અને મજબૂત ઈરાદો કરે તો અલ્લાહ તઆલા તેના માટે એક નેકી લખી દે છે, ભલેને તેણે ઈરાદા પ્રમાણે અમલ ન કર્યો હોય, અને જો તે ઈરાદા પ્રમાણે નેકી કરી લે તો અલ્લાહ તઆલા તેની નેકી દસ થી લઈ કે સાતસો ગણી અથવા તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને આ વધારો તેના ઇખલાસ પ્રમાણે કરવામાં આવે છે.
અને જે વ્યક્તિ બુરાઈ કરવાનો મજબૂત ઈરાદો કરી લે પછી જો તે અલ્લાહ માટે તે બુરાઈ છોડી દે અને તેના પર અમલ ન કરે તો અલ્લાહ તઆલા એક નેકી લખે છે અને જો તેણે પોતાની વ્યસ્તતા અથવા સ્ત્રોત ન હોવાના કારણે તે બુરાઈ છોડી દીધી હશે, તો તેના માટે કઈ જ નથી અને જો તે બુરાઈ કરવા માટે લાચાર બની જાય, તો ત્યારે તેની નિયત જોવામાં આવશે, અને જો તે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી લે તો તેના માટે એક બુરાઈ લખવામાં આવે છે.