عَنْ عَبْدِ اللَّهِ بْنِ بُسْرٍ رَضِيَ اللَّهِ عَنْهُ قَالَ: أَتَى النَّبِيَّ رَجُلٌ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ! إِنَّ شَرَائِعَ الإِسْلَامِ قَدْ كَثُرَتْ عَلَيْنَا، فَبَابٌ نَتَمَسَّكُ بِهِ جَامِعٌ؟ قَالَ:
«لاَ يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ».
وفي رواية: مِنْ حَدِيثِ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللَّهُ عَنْهُ: آخِرُ مَا فَارَقْتُ عَلَيْهِ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ قُلْتُ: أَيُّ الأَعْمَالِ خَيْرٌ وَأَقْرَبُ إِلَى اللَّهِ؟ قَالَ: «أَنْ تَمُوتَ وَلِسَانُكَ رَطْبٌ مِنْ ذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ».
[صحيح] - [رواه أحمد والترمذي وابن ماجه وابن حبان] - [الأربعون النووية: 50]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન્ બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર! ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો વ્યાપક અમલ જણાવો, જેને હું કાયમ અમલ કરતો રહું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه أحمد والترمذي وابن ماجه وابن حبان] - [الأربعون النووية - 50]
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.