+ -

عَنْ أَبي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ، لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ، صُفِّحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَارٍ، فَأُحْمِيَ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ، فَيُكْوَى بِهَا جَنْبُهُ وَجَبِينُهُ وَظَهْرُهُ، كُلَّمَا بَرَدَتْ أُعِيدَتْ لَهُ، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ، إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ» قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْإِبِلُ؟ قَالَ: «وَلَا صَاحِبُ إِبِلٍ لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، وَمِنْ حَقِّهَا حَلَبُهَا يَوْمَ وِرْدِهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ، بُطِحَ لَهَا بِقَاعٍ قَرْقَرٍ، أَوْفَرَ مَا كَانَتْ، لَا يَفْقِدُ مِنْهَا فَصِيلًا وَاحِدًا، تَطَؤُهُ بِأَخْفَافِهَا وَتَعَضُّهُ بِأَفْوَاهِهَا، كُلَّمَا مَرَّ عَلَيْهِ أُولَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ» قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْبَقَرُ وَالْغَنَمُ؟ قَالَ: «وَلَا صَاحِبُ بَقَرٍ، وَلَا غَنَمٍ، لَا يُؤَدِّي مِنْهَا حَقَّهَا، إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ بُطِحَ لَهَا بِقَاعٍ قَرْقَرٍ، لَا يَفْقِدُ مِنْهَا شَيْئًا، لَيْسَ فِيهَا عَقْصَاءُ، وَلَا جَلْحَاءُ، وَلَا عَضْبَاءُ تَنْطَحُهُ بِقُرُونِهَا وَتَطَؤُهُ بِأَظْلَافِهَا، كُلَّمَا مَرَّ عَلَيْهِ أُولَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا، فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ، حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ، فَيَرَى سَبِيلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ، وَإِمَّا إِلَى النَّارِ» قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْخَيْلُ؟ قَالَ: «الْخَيْلُ ثَلَاثَةٌ: هِيَ لِرَجُلٍ وِزْرٌ، وَهِيَ لِرَجُلٍ سِتْرٌ، وَهِيَ لِرَجُلٍ أَجْرٌ، فَأَمَّا الَّتِي هِيَ لَهُ وِزْرٌ، فَرَجُلٌ رَبَطَهَا رِيَاءً وَفَخْرًا وَنِوَاءً عَلَى أَهْلِ الْإِسْلَامِ، فَهِيَ لَهُ وِزْرٌ، وَأَمَّا الَّتِي هِيَ لَهُ سِتْرٌ، فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ، ثُمَّ لَمْ يَنْسَ حَقَّ اللهِ فِي ظُهُورِهَا وَلَا رِقَابِهَا، فَهِيَ لَهُ سِتْرٌ وَأَمَّا الَّتِي هِيَ لَهُ أَجْرٌ، فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ لِأَهْلِ الْإِسْلَامِ، فِي مَرْجٍ وَرَوْضَةٍ، فَمَا أَكَلَتْ مِنْ ذَلِكَ الْمَرْجِ، أَوِ الرَّوْضَةِ مِنْ شَيْءٍ، إِلَّا كُتِبَ لَهُ، عَدَدَ مَا أَكَلَتْ حَسَنَاتٌ، وَكُتِبَ لَهُ، عَدَدَ أَرْوَاثِهَا وَأَبْوَالِهَا، حَسَنَاتٌ، وَلَا تَقْطَعُ طِوَلَهَا فَاسْتَنَّتْ شَرَفًا، أَوْ شَرَفَيْنِ، إِلَّا كَتَبَ اللهُ لَهُ عَدَدَ آثَارِهَا وَأَرْوَاثِهَا حَسَنَاتٍ، وَلَا مَرَّ بِهَا صَاحِبُهَا عَلَى نَهْرٍ، فَشَرِبَتْ مِنْهُ وَلَا يُرِيدُ أَنْ يَسْقِيَهَا، إِلَّا كَتَبَ اللهُ لَهُ، عَدَدَ مَا شَرِبَتْ، حَسَنَاتٍ» قِيلَ: يَا رَسُولَ اللهِ، فَالْحُمُرُ؟ قَالَ: «مَا أُنْزِلَ عَلَيَّ فِي الْحُمُرِ شَيْءٌ، إِلَّا هَذِهِ الْآيَةَ الْفَاذَّةُ الْجَامِعَةُ»: {فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ، وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ} [الزلزلة: 8].

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 987]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે, તે તખતીઓને આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના વડે તેના કપાળ, તેની પીઠ અને તેના બાજુઓને દાગ આપવામાં આવશે, અને જ્યારે પણ તે તખતીઓ ઠંડી પડી જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે, (આ અમલ સતત ચાલુ રાખવામાં આવશે) હિસાબ કિતાબના દિવસ સુધી, ત્યાંનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર હશે, જ્યાં સુધી બંદાઓ વચ્ચે નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમને જન્નત અથવા જહન્નમનો માર્ગ બતાવી દેવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 987]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માલના કેટલાક પ્રકાર વર્ણન કર્યા છે, અને જે લોકો પોતાના માલ માંથી ઝકાત નથી આપતા કયામતના દિવસે તેમની સજા વર્ણન કરી છે, તેમાંથી:
માલનો પહેલો પ્રકાર: સોનુ અને ચાંદી, રૂપિયા અને વેપારનો માલ, નિસાબ સુધી પહોંચી ગયા છતાંય ઝકાત નથી આપતા તેમના માટે કયામતના દિવસે તે માલ તખતીઓની શકલમાં લાવવામાં આવશે, તેને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના માલિકને તેના વડે દાઝવામાં આવશે, અને તેને અઝાબ આપવામાં આવશે, તેની પીઠ, તેના બાજુ અને તેના કપાળ પર, જ્યારે પણ તે તખતીઓ ઠંડી થઈ જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે અને દાઝવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી.
માલનો બીજો પ્રકાર: જેની પાસે ઊંટ હોય અને તે ઊંટ નિસાબ સુધી પહોંચતા હોય, પરંતુ તે ઝકાત અદા ન કરે, અને જરૂરતમંદો માટે દૂધ પીવડાવવાનું પણ શામેલ છે, કયામતના દિવસે આ ઊંટ લાવવામાં આવશે, તે બધા ઊંટ તંદુરસ્ત હશે, એક પણ ઓછું નહીં હોય, તેમને ઉભા કરવામાં આવશે, તેમના માલિકને એક સપાટ મેદાન પર ઊંધા મોઢે સૂવાડી દેવામાં આવશે, એક એક કરી તેના પર ઊંટ પસાર કરવામાં આવશે, જે તેની પીઠ પર ચાલશે અને તેને બચકા ભરશે, જેમ જેમ છેલ્લું ઊંટ પસાર થશે, ફરી પહેલું ઊંટ પસાર કરવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી.
માલનો ત્રીજો પ્રકાર: ગાય અને બકરીઓ -ઘેટાં અને બકરાં-પણ શામેલ છે, તેમનો મલિક તેમની ફર્ઝ ઝકાત અદા નહિ કરતો હોય, જેટલી સંખ્યા તેની પાસે દુનિયામાં હતી તે દરેક જાનવર કયામતના દિવસે લાવવામાં આવશે એક પણ ઓછું કરવામાં નહિ આવે, દરેકને એક જગ્યા પર ભેગી કરવામાં આવશે, તેના માલિકને એક સપાટ મેદાન પર સૂવાડી દેવામાં આવશે, તે દરેક જાનવર સિંગડા વગરનું અથવા તૂટેલા સિંગડા અથવા વાંકા સિંગડા વાળું નહીં હોય, પરંતુ તે દરેક જાનવર હુંષ્ટપુષ્ટ હશે, તે તેના માલિકને સિંગડા વડે કચડી નાખશે અને પોતાના પગથી પણ કચડી નાખશે, જેમ છેલ્લું જાનવર પસાર થશે, પ્રથમ જાનવર ફરીવાર પસાર કરવામાં આવશે, સતત આ જ સ્થિતિમાં તેને અઝાબ આપવામાં આવશે, લાંબા સમયગાળા સુધી જો કે કયામતનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર છે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓ વચ્ચે નિર્ણય ન કરી લે કે તે જન્નતી લોકો માંથી છે કે જહન્નમી લોકો માંથી.
માલનો ચોથો પ્રકાર: ઘોડાઓના માલિક, જેના ત્રણ પ્રકારના છે:
પહેલો: જેમના માટે ઘોડા બોજ છે, જેઓ દેખાડો કરવા, નામચીન થવા માટે અને ઇસ્લામ વિરૂદ્ધ ઉપયોગમાં લેવા માટે રાખતા હોય છે.
બીજો: તે ઘોડાઓ તેમના માટે પડદો કરે છે, જેમના માલિકે તે ઘોડા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે રાખ્યા છે, તેમના માલિકે તે ઘોડોઓનો ખ્યાલ રાખ્યો તેમને ચારો અને પાણી આપ્યું તેમજ સવારી માટે આપ્યા વગેરે.
ત્રીજું: જે ઘોડાઓ તેના માલિક માટે સવાબનું કારણ બને છે, તેણે ઇસ્લામ માટે જેહાદ કરવા માટે અલ્લાહના માર્ગ માટે રાખ્યા હોય, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે મુસલમાનો માટે બગીચાઓમાં બાંધે છે, તે ઘોડા તે બગીચાઓ માંથી જે કઈ પણ ખાય, તેના માલિક માટે પ્રત્યેક દાણા પર સવાબ અને નેકી લખવામાં આવે છે, અને તેમનું ગોબર અને પેશાબ બરાબર સવાબ લખવામાં આવે છે, અને જો તે ઘોડા પોતાનું દોરડું તોડી કોઈ એક ટેકરી અથવા બે ટેકરીઓ પર ચઢી જાય તો દોડવાના કારણે તેમના પગથી ઉડવાવાળી ધૂળ બરાબર નેકી અને સવાબ લખવામાં આવે છે. પછી જો તેમનો મલિક તેમને કોઈ નહેર પર પાણી પીવડાવવા માટે લઈ જાય અને તેમાંથી પાણી પી લે જોકે તેમનો ઈરાદો ન હતો તો જેટલું પાણી તે ઘોડાઓ પીશે તેના બરાબર નેકીઓ લખવામાં આવશે.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ગધેડા વિશે પૂછવામાં આવ્યું કે શું તેનો હુકમ ઘોડાની જેમ જ છે.
કહ્યું કે તેમના માટે શરીઅતમાં કોઈ આદેશ આયો નથી, સિવાય તે વિપુલ આયત સિવાય જેનો આદેશ અનુસરણ અને અવજ્ઞા બન્નેમાં દરેક માટે સામાન્ય છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે} [અલ્ ઝલ્ઝલહ: ૭-૮], જે વ્યક્તિ ગધેડા પાલાવવામાં અનુસરણ પ્રમાણે કામ કરશે તો તેને સવાબ મળશે અને જો તે અવજ્ઞા કરશે તો તેને જરૂર સજા મળશે. અને તેના દરેક અમલનો સમાવેશ થશે.

હદીષથી મળતા ફાયદા

  1. ઝકાત આપવી ફર્ઝ જરૂરી છે અને જે તેને નથી આપતા તેમના માટે સખત ચેતવણી આપવામાં આવી છે.
  2. આળસથી ઝકાત રોકનાર કાફિર નથી, પરંતુ મોટો ખતરો તેના માટે જરૂર છે.
  3. આજ્ઞાપાલનના કાર્યમાં થતી વિગતો માટે વ્યક્તિને સવાબ આપવામાં આવે છે, જો તે તેના મૂળનો ઇરાદો રાખતો હોય, ભલે તે વિગતોનો ઇરાદો ન રાખતો હોય.
  4. માલમાં ઝકાત સિવાય પણ હક હોય છે.
  5. ઊંટોના એક હક માંથી એક એ કે ગરીબો અને લાચારોને દૂધ પીવડાવવામાં આવે, તેમની જગ્યાએથી ઊંટોના પાણી પીવાના કારણે, જરૂરતમંદ માટે સવારીનો બંદોબસ્ત કરવો, તેમજ જાનવરોનો ખાસ ખ્યાલ રાખવો, ઈમામ ઈબ્ને બત્તાલ રહિમહુલ્લાહએ કહ્યું: માલમાં બે હક છે: એક ફર્ઝ છે, જે ઝકાત સ્વરૂપે છે, અને બીજો હક સારો વ્યવહાર કરવો.
  6. ઊંટ, ગાય અને બકરીઓમાં જરૂરી હક એ પણ છે, જ્યારે કોઈ જરૂરત હોય તો તેને ઉધાર આપવામાં આવે.
  7. ગધેડા વિશે કોઈ દલીલ નાઝીલ નથી થઈ, પરંતુ સામાન્ય આયત દરેક પર લાગુ પડે છે અલ્લાહ તઆલા કહે છે: {બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે}.
  8. આ આયતમાં નેક કામ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભલેને તે નેકી નાની કેમ ન હોય, અને દરેક બુરાઈથી ડરાવવામાં આવ્યા છે, ભલેને તે સામાન્ય પણ કેમ ન હોય.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Kinyarwanda الرومانية المجرية الموري Oromo Kanadische Übersetzung الأوكرانية الجورجية المقدونية
ભાષાતર જુઓ
વધુ