+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لاَ تَتَّخِذُوا الضَّيْعَةَ فَتَرْغَبُوا فِي الدُّنْيَا».

[حسن لغيره] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2328]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો».

- [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2328]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખેતીની જમીન, બગીચા અને ખેતરો રાખવાથી રોક્યા છે; કારણ કે તે એવા કારણોમાંથી છે જે વ્યક્તિને દુન્યવી જીવન તરફ લઈ જાય છે અને તેને આખિરતથી વિચલિત કરે દે છે.

હદીષથી મળતા ફાયદા

  1. દુનિયા સાથે વધુ લગાવ રાખવથી રોક્યા છે, જે આખિરતથી વિચલિત કરી દે છે.
  2. હદીષમાં જીવનની જરૂરિયાતની વસ્તુને રાખવાથી નથી રોક્યા, પરંતુ દુનિયામાં અતિશય વ્યસ્ત થઈ આખિરતને ભૂલી જવાથી રોક્યા છે.
  3. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ એ કે જમીનની પ્રાપ્તિ માટે એટલા પણ વ્યસ્ત ણ થઈ જાઓ, જેથી અલ્લાહના ઝિક્રથી ગાફેલ થઈ જાઓ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી તેલુગું સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ