+ -

عَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلَّا سَيُكَلِّمُهُ اللهُ، لَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ تُرْجُمَانٌ، فَيَنْظُرُ أَيْمَنَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ، وَيَنْظُرُ أَشْأَمَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ، وَيَنْظُرُ بَيْنَ يَدَيْهِ فَلَا يَرَى إِلَّا النَّارَ تِلْقَاءَ وَجْهِهِ، فَاتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1016]
المزيــد ...

અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1016]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કયામતના દિવસે દરેક મોમિન વ્યક્તિ અલ્લાહ સમક્ષ ઊભો હશે, અને અલ્લાહ તેની જોડે કોઈ પણ પ્રકારના મધ્યસત વિના વાતચીત કરશે, અને તે બંને વચ્ચે શબ્દોનું અનુવાદ કરવા માટે કોઈ પણ અનુવાદક નહીં હોય, બસ જ્યારે તે અત્યંત ગભરાઈને પોતાની જમણી તરફ નજર કરશે, તે આશાએ તેની સામે જે આગ છે, તેનાથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી જાય. બસ જ્યારે તે પોતાની જમણી તરફ જોશે તો તે ફક્ત પોતાના આગળ મોકલેલા સત્કાર્યો સિવાય અન્ય કોઈ પણ વસ્તુ નહીં જુએ, અને જ્યારે તે પોતાની ડાબી બાજુ નજર કરશે તો તેને ફક્ત પોતાના દુષ્કર્મ જ દેખાશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો તેને આગ (જહન્નમ) જ દેખાશે, અને તે તેનાથી બચી નહીં શકે, અને તેના માટે પુલ સિરાત પરથી પસાર થવું જરૂરી છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)«» એ કહ્યું: પોતાની અને જહન્નમ દરમિયાન સદકા અને નેક કાર્યો વડે એક આડ બનાવી લો, ભલેને તે એક ખજૂરનો નાનો ટુકડો વડે પણ કેમ ન હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સદકા કરવા પર ઉભારવામાં આવ્યા છે, ભલેને તે થોડીક માત્રમાં પણ કેમ ન હોય, અને સાથે સાથે સારા અખ્લાક અપનાવવા અને સદ્ વ્યવહાર કરવા અને નરમી સાથે વાત કરવા પર ઉભાર્યા છે.
  2. ઉચ્ચ અલ્લાહ કયામતના દિવસે પોતાના બંદાઓથી નજીક હશે, કોઈપણ પડદો, મધ્યસત અને અનુવાદક વગર, બસ એક મોમિને પોતાના પાલનહારની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.
  3. માનવી જે કંઈ પણ સદકો કરે, તે તેને તુચ્છ ન સમજે, ભલેને તે થોડીક માત્રામાં પણ કેમ ન હોય; કારણકે તે જહન્નમથી સુરક્ષિત રહેવાનું એક કારણ છે.
વધુ