عن عبد الله بن عمرو رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال:
«الرَّاحِمُونَ يَرْحَمُهمُ الرَّحمنُ، ارحَمُوا أهلَ الأرضِ يَرْحْمْكُم مَن في السّماء».
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4941]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ:
«રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4941]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ લોકો પર રહેમ કરશે, તો અલ્લાહ પોતાની રહેમત દ્વારા તેના પર રહેમ કરશે, જેની રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે; અર્થાત્ તેને ભવ્ય બદલો આપવામાં આવશે.
પછી નબી ﷺ એ આદેશ આપ્યો, ધરતીના દરેક લોકો પર દયા કરો, ભલે તે મનુષ્ય, પશુ, પક્ષી અથવા અન્ય પ્રકારની સૃષ્ટિ હોય, અને તેનો બદલો એ છે કે અલ્લાહ તમારા પર દયા કરશે, જે આકાશોની ઉપર છે.