+ -

عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما:
عن النبي صلى الله عليه وسلم أنه كان إذا دخل المسجد قال: «أعوذ بالله العظيم، وبوجهه الكريم، وسلطانه القديم، من الشيطان الرَّجِيم»، قال: أَقَطُّ؟ قلت: نعم، قال: فإذا قال ذلك قال الشيطان: حُفِظَ منِّي سائر اليوم.

[حسن] - [رواه أبو داود] - [سنن أبي داود: 466]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાત) રિવાયત કરે છે:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ» (અર્થ: હું ધૃતકારેલા શૈતાનથી મહાન અલ્લાહ, તેના સન્માનિત ચહેરા, અને તેની પ્રાચીન સત્તા દ્વારા શરણમાં આવું છું), પૂછવામાં આવ્યું: શું આટલું જ કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું: હાં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: બસ જ્યારે કોઈ વ્યક્તિ (મસ્જિદમાં પ્રવેશ કરતાં પહેલા) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે કે આ વ્યક્તિ આખો દિવસ મારાથી સુરક્ષિત રહેશે.

[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 466]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: (અઊઝુબિલ્લાહિલ્ અઝીમ) હું અલ્લાહ સમક્ષ તેના ગુણો દ્વારા શરણ માંગુ છું. (વબિવજ્હિહિલ્ કરીમ) સૌથી વધુ દાન કરનાર, ખૂબ આપનાર, (વસુલ્તાનિહિ)તેનું વર્ચસ્વ, શક્તિ, અને કુદરત, તે પોતાના સર્જનીઓ માંથી ઈચ્છે તેને હરાવવાની ક્ષમતા ધરાવે છે. (અલ્ કદીમ) શાશ્વત (મિનશ્ શૈતાનિર્ રજીમ) ધૃતકરવામાં આવેલ શૈતાનથી, જેણે અલ્લાહની કૃપા માંથી કાઢી દેવામાં આવ્યો છે. અર્થાત્: હે અલ્લાહ! મને તેના વસવસા, તેના ફિતના, તેની તરફથી આવતા ખતરાઓ, અને તેની પથભ્રષ્ટતાથી સુરક્ષિત રાખ, કારણકે તે પથભ્રષ્ટતા, ફિતના અને અજ્ઞાનતા તરફ દોરે છે, તો અબ્દુલ્લાહ બિન અમ્રને કહેવામાં આવ્યું કે શું આટલું જ કહ્યું હતું? અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આ જ શબ્દો કહ્યા હતા? તેમણે કહ્યું: હાં
બસ જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થતી વખતે આ દુઆ પઢે; તો શૈતાન કહે છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના નફ્સને મારાથી સંપૂર્ણ દિવસ અને રાતના સમય માટે સુરક્ષિત કરી લીધો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. મસ્જિદમાં દાખલ થતી વખતે આ દુઆ પઢવાની મહત્ત્વતા, અને તે એ કે સંપૂર્ણ દિવસ તે શૈતાનથી સુરક્ષિત થઈ જાય છે.
  2. શૈતાન વિષે ચેતવણી; કારણકે તે પોતાની ગુમરાહી અને પથભ્રરષ્ટતા દ્વારા એક મુસલમાનને ભટકાવે છે અને ગુમરાહ કરે છે.
  3. માનવી ,અલ્લાહ પર ઈમાન અને આ દુઆને સતત પઢવાથી શૈતાનના ફિતનાથી સુરક્ષિત રહેશે, જ્યાં સુધી તે અલ્લાહએ આપેલ વચન પર યકીન ધરાવે.
વધુ