عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيَّ رَضيَ اللهُ عنهُ قَالَ:
بَعَثَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ رَضِيَ اللَّهُ عَنْهُ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ اليَمَنِ بِذُهَيْبَةٍ فِي أَدِيمٍ مَقْرُوظٍ، لَمْ تُحَصَّلْ مِنْ تُرَابِهَا، قَالَ: فَقَسَمَهَا بَيْنَ أَرْبَعَةِ نَفَرٍ، بَيْنَ عُيَيْنَةَ بْنِ بَدْرٍ وَأَقْرَعَ بْنِ حابِسٍ وَزَيْدِ الخَيْلِ، وَالرَّابِعُ: إِمَّا عَلْقَمَةُ وَإِمَّا عَامِرُ بْنُ الطُّفَيْلِ، فَقَالَ رَجُلٌ مِنْ أَصْحَابِهِ: كُنَّا نَحْنُ أَحَقَّ بِهَذَا مِنْ هَؤُلاَءِ، قَالَ: فَبَلَغَ ذَلِكَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: «أَلاَ تَأْمَنُونِي وَأَنَا أَمِينُ مَنْ فِي السَّمَاءِ، يَأْتِينِي خَبَرُ السَّمَاءِ صَبَاحًا وَمَسَاءً»، قَالَ: فَقَامَ رَجُلٌ غَائِرُ العَيْنَيْنِ، مُشْرِفُ الوَجْنَتَيْنِ، نَاشِزُ الجَبْهَةِ، كَثُّ اللِّحْيَةِ، مَحْلُوقُ الرَّأْسِ، مُشَمَّرُ الإِزَارِ، فَقَالَ يَا رَسُولَ اللَّهِ اتَّقِ اللَّهَ، قَالَ: «وَيْلَكَ، أَوَلَسْتُ أَحَقَّ أَهْلِ الأَرْضِ أَنْ يَتَّقِيَ اللَّهَ» قَالَ: ثُمَّ وَلَّى الرَّجُلُ، قَالَ خَالِدُ بْنُ الوَلِيدِ: يَا رَسُولَ اللَّهِ، أَلاَ أَضْرِبُ عُنُقَهُ؟ قَالَ: «لاَ، لَعَلَّهُ أَنْ يَكُونَ يُصَلِّي» فَقَالَ خَالِدٌ: وَكَمْ مِنْ مُصَلٍّ يَقُولُ بِلِسَانِهِ مَا لَيْسَ فِي قَلْبِهِ، قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنِّي لَمْ أُومَرْ أَنْ أَنْقُبَ عَنْ قُلُوبِ النَّاسِ وَلاَ أَشُقَّ بُطُونَهُمْ» قَالَ: ثُمَّ نَظَرَ إِلَيْهِ وَهُوَ مُقَفٍّ، فَقَالَ: «إِنَّهُ يَخْرُجُ مِنْ ضِئْضِئِ هَذَا قَوْمٌ يَتْلُونَ كِتَابَ اللَّهِ رَطْبًا، لاَ يُجَاوِزُ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ»، وَأَظُنُّهُ قَالَ: «لَئِنْ أَدْرَكْتُهُمْ لَأَقْتُلَنَّهُمْ قَتْلَ ثَمُودَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4351]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અલી રઝી અલ્લાહુ અન્હુએ યમન શહેરથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બોરડીના પાંદડા વડે સાફ કરેલ ચામડાંના થેલામાં સોનાના કેટલાક સિક્કા મોકલ્યા, તે સિક્કા પર હજુ માટી પણ ચોટેલી હતી, રિવાયત કરનાર સહાબી કહે છે: તે સિક્કા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર વ્યક્તિઓ વચ્ચે વહેંચી દીધા, ઉયૈનહ બિન બદર, અકરઅ બિન હાબિસ, ઝૈદ અલ્ ખય્લ અને ચોથા અલકમહ અથવા આમિર બિન તુફૈલ રઝી અલ્લાહુ અન્હુમ વચ્ચે, આ જોઈ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: આ સોના પર તે લોકો કરતા અમારો વધારે છે, રિવાયત કરનાર સહાબી કહે છે કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ વાત ખબર પડી તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મારા પર ભરોસો નથી કરતા જો કે તે અલ્લાહએ મારા પર ભરોસો કર્યો છે, જે આકાશમાં છે, સવાર સાંજ મારી પાસે આકાશ માંથી ખબર (વહી) આવતી રહે છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે પછી એક વ્યક્તિ જેની આંખો અંદર ઘુસી ગઈ હતી, ગાલ ફૂલેલા હતા, કપાળ પણ બહાર નીકળેલું હતું, ભરાવદાર દાઢી, માથામાં ટકલું હતું, કપડાં ઉઠાવી, ઉભા થયા અને કહેવા લાગ્યા, હે અલ્લાહના પયગંબર! અલ્લાહથી ડરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અફસોસ તારા પર! શું આ ધરતી પર હું અલ્લાહથી ડરવાનો સૌથી વધારે હક નથી ધરાવતો?» રાવી કહે છે કે તે વ્યક્તિ જતો રહ્યો, ખાલિદ બિન વલીદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું તેનું ગળું કેમ ન કાપુ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, કદાચ કે તે નમાઝ પઢતો હોય», ખાલિદ રઝી અલ્લાહુઅ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! ઘણા નમાઝ પઢનારા એવા છે, જે ફક્ત જબાન વડે ઇસ્લામનો દાવો કરે છે, તેમના દિલમાં તે નથી હોતું, આ વાત પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «મને તે વાતનો આદેશ આપી મોકલવામાં નથી આવ્યો કે હું તેમના દિલની વાતોની તપાસ કરું અને તેમના પેટને ફાડીને ચકાસું», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની તરફ જોયું તે પીઠ ફેરવી જઈ રહ્યો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેની પેઢી માંથી એવા લોકો આવશે, જે કુરઆન તો ખૂબ સારી રીતે અને સારા અંદાજમાં પઢતા હશે પરંતુ તે તેમના ગળાની નીચે નહીં ઉતરે, તેમના માંથી દીન એવી રીતે નીકળી જશે, જે રીતે શિકાર કરનાર જાનવર તરફ છોડવામાં આવેલું તીર તેમને ચીરીને નીકળી જાય છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે મારું અનુમાન છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ શબ્દો પણ વર્ણન કર્યા: «જો મને તે લોકો મળી જશે તો ષમૂદ કોમની જેમ હું તેમને કતલ કરી દેતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4351]
યમન શહેરથી અલી રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બોરડીના ટુકડા દ્વારા સાફ કરેલ ચામડાના થેલામાં સોનાના ટુકડા મોકલ્યા, તેના પર માટી ચોટેલી હતી, રિવાયત કરનાર સહાબીએ કહ્યું: તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે સોનાના ટુકડા ચાર વ્યક્તિ વચ્ચે વહેચી દીધા: ઉયૈનહ બિન બદર અલ્ ફઝારી, અકરઅ બિન હાબિસ અલ્ હન્ઝલી, ઝૈદ અલ્ ખય્લ અન્ નિભાની, તેમજ અલકમહ બિન ઉલાષહ અલ્ આમીરી, સહાબા માંથી એક વ્યક્તિ ઉભો થયો અને કહ્યું: આ ચારેય કરતા અમે વધારે હક ધરાવીએ છીએ, રાવીએ કહ્યું: તો જ્યારે આ વાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી પહોંચી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું મારા પર તમે ભરોસો નથી કરતા, જ્યારે કે અલ્લાહ તઆલાએ મારા પર ભરોસો કર્યો છે, જે આકાશમાં છે અને સવાર સાંજ મારી પાસે આકાશ માંથી ખબર (વહી) આવે છે». વર્ણન કરનારે કહ્યું: એક વ્યક્તિ ઉભો થયો, જેની આંખો અંદર જતી રહી હતી, તેના ગાલ ફૂલેલા હતા, તેનું કપાળ ઉપસેલું હતું, તેની દાઢી ભરાવદાર હતી, લાંબી ન હતી, ટકલું કરાવેલું હતું, તેણે કપડું પોતાના હાથ વડે ઉઠાવેલું હતું, જે શરીરથી નીચે ઉતરી રહ્યું હતું. તેણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અલ્લાહથી ડરો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારા પર અફસોસ! આ ધરતી પર મારા કરતાં વધારે બીજો કોઈ અલ્લાહથી ડરવાનો હક ધરાવે છે?!» કહ્યું: પછી તે પીઠ ફેરવી જવા લાગ્યો, ખાલિદ બિન વલીદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું હું તેનું ગળું કાપી નાખું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ના, કદાચ કે તે નમાઝ પઢતો હેશે, ખાલિદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેટલાય નમાઝીઓ એવા છે, જેમની જબાન વડે તે જાહેર થાય છે, જે દિલમાં નથી હોતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને લોકોના દિલમાં ઉતરી અથવા તેમના પેટ ફાડી તપાસ કરવા નથી મોકલ્યો કે હું જાણું તેમના દિલ અને પેટમાં શુ છે; હું તો તેમના જાહેર કાર્યો જોઈ તેમના વિશે મંતવ્ય આપીશ, અને કહ્યું: પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની તરફ જોઈ કહ્યું જ્યારે તે જઈ રહ્યો હતો: તેની પેઢીથી અથવા સાથીઓ અથવા તો તેના ખાનદાન માંથી એવા લોકો આવશે, જેઓ કુરઆન મજીદ તો સુંદર અવાજે પઢતા હશે, હમેંશા તેંમની જબાન કુરઆન મજીદની તિલાવત કરતી રહી હશે, કુરઆન મજીદ તેમના હલકથી નીચે નહિ ઉતરે, જેથી તેમના દિલ ન તો ડરશે અને ન તો તેમની ઇસ્લાહ થતી રહેશે, અલ્લાહ ન તો તેમના દરજ્જા વધારશે અને ન તો તેને કબૂલ કરશે, તેઓ દીન માંથી એવી રીતે નીકળી જશે, જે રીતે શિકારીને મારવામાં આવેલ તીર તેનાથી પાર થઇ જાય છે. હદીષ વર્ણન કરનારે કહ્યું: મારું અનુમાન છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો મને મુસલમાનો વિરુદ્ધ તેમના ભ્રષ્ટાચારનો અંદેશો થયો, તો હું તેમને ષમૂદની કોમ માફક કતલ કરીશ.