عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَقُولُ اللَّهُ تَعَالَى لِأَهْوَنِ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ القِيَامَةِ: لَوْ أَنَّ لَكَ مَا فِي الأَرْضِ مِنْ شَيْءٍ أَكُنْتَ تَفْتَدِي بِهِ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ: أَرَدْتُ مِنْكَ أَهْوَنَ مِنْ هَذَا، وَأَنْتَ فِي صُلْبِ آدَمَ: أَلّاَ تُشْرِكَ بِي شَيْئًا، فَأَبَيْتَ إِلَّا أَنْ تُشْرِكَ بِي».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6557]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«અલ્લાહ જહન્નમમાં સૌથી સરળ અઝાબ મેળવનાર વ્યક્તિને કહેશે: જો જમીન પર રહેલ દરેક વસ્તુ તમારી હોય, તો શું તમે આ અઝાબથી છુટકારો મેળવવા માટે તે દરેક વસ્તુઓ આપી દેતા? તે વ્યક્તિ કહેશે: હાં, તો અલ્લાહ કહેશે: મેં તારી પાસે આના કરતાં પણ વધુ સરળ વસ્તુની માંગ કરી હતી, કે મારી સાથે કોઈને ભાગીદાર ન બનાવજે, પરંતુ તે ભાગીદાર બનાવ્યો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6557]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે ખરેખર ઉચ્ચ અલ્લાહ જહન્નમી લોકો માંથી સૌથી હળવો અઝાબ પ્રાપ્ત કરનાર વ્યક્તિને જ્યારે તે જહન્નમમાં દાખલ થશે પછી કહેશે: જો તમારી માલિકી હેઠળ આ દુનિયા અને તેમાં રહેલ દરેક વસ્તુ હોતી, તો શું તમે આ અઝાબથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આપી દેતા? તો તે કહેશે: હાં, તો અલ્લાહ કહેશે: મેં તારી પાસે આના કરતાં પણ વધુ સરળ વસ્તુની માંગ કરી હતી, અને આદેશ આપ્યો હતો, જ્યારે તમારી પાસેથી વચન લેવામાં આવ્યું હતું, જ્યારે તમે આદમની પીઠમાં હતા, કે મારી સાથે કોઈને ભાગીદાર ન ઠહેરાવશો, પરંતુ જ્યારે તમે દુનિયામાં આવ્યા તો શિર્ક ક્ કર્યું.