عَنْ أَبِي حُمَيْدٍ السَّاعِدِيِّ رَضيَ اللهُ عنه قَالَ:
اسْتَعْمَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلًا عَلَى صَدَقَاتِ بَنِي سُلَيْمٍ، يُدْعَى ابْنَ اللُّتْبِيَّةِ، فَلَمَّا جَاءَ حَاسَبَهُ، قَالَ: هَذَا مَالُكُمْ وَهَذَا هَدِيَّةٌ. فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَهَلَّا جَلَسْتَ فِي بَيْتِ أَبِيكَ وَأُمِّكَ، حَتَّى تَأْتِيَكَ هَدِيَّتُكَ إِنْ كُنْتَ صَادِقًا» ثُمَّ خَطَبَنَا، فَحَمِدَ اللَّهَ وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: «أَمَّا بَعْدُ، فَإِنِّي أَسْتَعْمِلُ الرَّجُلَ مِنْكُمْ عَلَى العَمَلِ مِمَّا وَلَّانِي اللَّهُ، فَيَأْتِي فَيَقُولُ: هَذَا مَالُكُمْ وَهَذَا هَدِيَّةٌ أُهْدِيَتْ لِي، أَفَلاَ جَلَسَ فِي بَيْتِ أَبِيهِ وَأُمِّهِ حَتَّى تَأْتِيَهُ هَدِيَّتُهُ، وَاللَّهِ لاَ يَأْخُذُ أَحَدٌ مِنْكُمْ شَيْئًا بِغَيْرِ حَقِّهِ إِلَّا لَقِيَ اللَّهَ يَحْمِلُهُ يَوْمَ القِيَامَةِ، فَلَأَعْرِفَنَّ أَحَدًا مِنْكُمْ لَقِيَ اللَّهَ يَحْمِلُ بَعِيرًا لَهُ رُغَاءٌ، أَوْ بَقَرَةً لَهَا خُوَارٌ، أَوْ شَاةً تَيْعَرُ» ثُمَّ رَفَعَ يَدَهُ حَتَّى رُئِيَ بَيَاضُ إِبْطِهِ، يَقُولُ: «اللَّهُمَّ هَلْ بَلَّغْتُ» بَصْرَ عَيْنِي وَسَمْعَ أُذُنِي.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6979]
المزيــد ...
અબૂ હુમૈદ સાઈદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બનૂ સુલૈમ નામના કબીલાની ઝકાત ઉઘરાવવા માટે જે ઈબ્ને લુત્બિય્યહ નામના વ્યક્તિને મોકલ્યા, જ્યારે તે માલ લેવા માટે આવ્યા તો કહેવા લાગ્યા: આ તમારો માલ છે (અથાત્ મુસલમાનોનો છે) અને આ મારો હદીયો છે. તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પછી તમે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત, તો હદીયો જાતે જ તમારા ઘરે આવી જતો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને ખુતબો આપ્યો અને અલ્લાહના વખાણ કર્યા, ફરી કહ્યું: «જુઓ, હું તમારા માંથી એક વ્યક્તિને એ કામ માટે જવાબદાર બનાવું છું, જે કામ માટે મને અલ્લાહએ જવાબદાર બનાવ્યો છે, પછી તે વ્યક્તિ આવે છે અને કહે છે કે આ માલ તમારો છે અને આ મને હદિયો આપવામાં આવ્યો છે, તેણે પોતાના માતા-પિતાના ઘરે જ બેસી રહેવું જોઈએ, ત્યાંજ તેનો હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે, જો કે હું તમારા માંથી તે દરેક વ્યક્તિને ઓળખી જઈશ, જે અલ્લાહ પાસે આ પ્રકારની સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે ઊંટ પકડી રાખ્યું હશે, જે અવાજ કરતું હશે, એવી જ રીતે ગાય લઇને આવશે, જે રડી રહ્યું હશે, એવી જ રીતે બકરી પણ, જે રડી રહી હશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ ઉઠાવ્યો, અહીં સુધી કે આપના બગલની સફેદી નજર આવી અને કહ્યું: «હે અલ્લાહ! શુ મેં પહોંચાડી દીધું?» આ શબ્દો કહેતા મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મારી આંખેથી જોયા અને મારા કાન વડે સાંભળ્યું.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6979]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને જેમને ઈબ્ને લુત્બિય્યહના નામે લોકો ઓળખતા હતા, બનૂ સાલિમ કબીલાની ઝકાત વસૂલવા માટે મોકલ્યા, જ્યારે તેઓ હિસાબ કરી મદીનહ પાછા આવ્યા, તું ઈબ્ને લુત્બિય્યહ વ્યક્તિએ કહ્યું: આ તમારો માલ છે, જે મેં ઝકાતનો ભેગો કર્યો છે, અને આ મારો માલ છે, જે મને હદીયા (ભેટ) તરીકે મળ્યો છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારા માતા-પિતાના ઘરે જ કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત તો ત્યાં જ તમારો હદીયો પહોંચી જાત; જેના કામ માટે તમને નક્કી કરવામાં આવ્યા, તે કામ જ તમને હદીયો મળવાનું કારણ છે, જો તમે ઘરમાં હોત, તો તમને આ હદીયા ન મળતો, તેથી તમે તેને ફક્ત એટલે માન્ય ન સમજો કે આ (માલ) તમને ભેટ રૂપે આપવામાં આવ્યો છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર પર ચઢી ગયા અને ખુતબો આપ્યો, અને આપ ગુસ્સાની સ્થિતિમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના વખાણ કર્યા, તેની પ્રશંસા કરી, પછી કહ્યું: અલ્લાહના વખાણ પછી, અલ્લાહએ મને જે ઝકાત અને ગનીમતના માલની જવાબદારી સોંપી છે, તો હું તમારા માંથી તેને વસૂલવા માટે કોઇને જવાબદાર બનાવું છું, તો તે કામ પર જઈને આવીને મને કહે છે: આ તમારો માલ છે અને આ મારો માલ છે જે માણે ભેટ રૂપે આપવામાં આવ્યો છે! તો તે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, ત્યાં જ તેને હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે તે વસ્તુને પોતાના ગળા પર લટકાવી રાખી હશે, પછી ભલે તે ઊંટ હોય જે રડી રહ્યું હોય અથવા રડતી ગાય હોય કે બકરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ એટલો ઉંચો કર્યો કે અમને આપની બગલની સફેદી નજર આવી, અને કહ્યું: હે અલ્લાહ! મેં તારો નિર્ણય તમારા પહોંચાડી દીધો. પછી અબૂ હુમૈદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: મેં જાતે જ આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા અને મારા કાનથી સાંભળ્યું.