عَنِ ابْنِ عُمَرَ رضي الله عنهما:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ نَهَى عَنِ النَّذْرِ، وَقَالَ: «إِنَّهُ لَا يَأْتِي بِخَيْرٍ، وَإِنَّمَا يُسْتَخْرَجُ بِهِ مِنَ الْبَخِيلِ».  
                        
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1639]
                        
 المزيــد ... 
                    
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે». 
                                                     
                                                                                                    
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1639]                                            
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, મન્નત એ કે જેમાં કોઈ વ્યક્તિ પોતાને એવા કામ કરવાનો પાબંદ બનાવે છે, જેનો આદેશ શરીઅતે આપ્યો ન હોય, અને કહ્યું: મન્નત ન તો કોઈ વસ્તુને આગળ વધારે છે, અને ન તો કોઈ વસ્તુને પાછળ કરે છે, અને તેના દ્વારા કંજૂસ વ્યક્તિનો માલ કઢાવવામાં આવે છે, જે વાજિબ કાર્યો સિવાય અન્ય કાર્યો કરતો નથી, અને ખરેખર મન્નત (વ્રત) કોઈ એવી વસ્તુને નથી લાવતી, જે ભાગ્યમાં ન હોય.