عَنْ عَبْدِ اللَّهِ بنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُما:
أَنَّ امْرَأَةً وُجِدَتْ فِي بَعْضِ مَغَازِي النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مَقْتُولَةً، فَأَنْكَرَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَتْلَ النِّسَاءِ وَالصِّبْيَانِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3014]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે:
એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3014]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક યુદ્ધમાં એક સ્ત્રીની લાશ જોઈ, તો સ્ત્રીઓ અને નાના બાળકો, જે હજુ પુખ્તવય સુધી ન પહોંચ્યા હોય તેમની હત્યા કરવાથી રોક્યા.

હદીષથી મળતા ફાયદા

  1. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ તેમજ જોગીઓ જેઓ લડતા નથી તેમની સાથે યુદ્ધ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ લોકો મુસલમાનો વિરુદ્ધ કોઈ અભિપ્રાય કે મદદ ન કરે, જો તેઓ પણ મુસલમાનો વિરુદ્ધ ભાગીદાર હશે તો તેમની પણ હત્યા કરવામાં આવશે.
  2. સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા પર રોક લગાવી છે; કારણકે આ લોકો મુસલમાન સાથે લડતા નથી, અલ્લાહના માર્ગમાં જિહાદનો હેતુ ફક્ત યોદ્ધાઓની તાકાતને તોડવી છે; જેથી કરીને સાચી દઅવત (આમંત્રણ) દરેક લોકો સુધી પહોંચે.
  3. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કરુણા અહીં સુધી કે યુદ્ધો અને છાવણીઓમાં પણ.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (53)