عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ»، قَالَ عُمَرُ: فَوَاللهِ مَا حَلَفْتُ بِهَا مُنْذُ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنْهَا ذَاكِرًا وَلَا آثِرًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1646]
المزيــد ...
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1646]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તમારા પૂર્વજોની કસમો ખાવા પર રોક લગાવી રહ્યો છે, જ્યારે તમને કસમ ખાવાની જરૂર પડે તો તમે અલ્લાહ સિવાય બીજા કોઈની કસમ ન ખાઓ, અને ન તેના સિવાય કોઈના નામની કસમ ન ખાઓ. ફરી ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે જ્યારથી મેં આ વાત નબી ﷺ દ્વારા સાંભળી છે, મેં ક્યારેય તેઓના નામની કસમો ખાધી નથી, ન તો મારા તરફથી, અને ન તો કોઈના માટે.