عن عبد الله بن عمرو رضي الله عنهما قال:
لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَاحِشًا وَلَا مُتَفَحِّشًا، وَكَانَ يَقُولُ: «إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلَاقًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3559]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી ﷺ ન તો અશ્લીલ હતા અને ન તો ખરાબ વાતો કરતાં હતાં ન તો ખરાબ કાર્યો કરતાં હતા, પરંતુ નબી ﷺ કહેતા હતા: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3559]
નબી ﷺ ન તો ખરાબ વાત કરતા હતા અને ન તો ખરાબ કામ કરતા હતા, ન તો આપ ﷺ જાણી જોઈને અને અજાણતામાં પણ આ કાર્ય કરતા ન હતા, પરંતુ આપ ﷺ ઉચ્ચ અખ્લાક ધરાવતા હતા.
નબી ﷺ કહ્યું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ તે છે, જેના અખ્લાક સૌથી સારા હશે, સારા અખ્લાક જેવા કે ભલાઈનો આદેશ, હસતા ચહેરાથી મળવું, લોકોને તકલીફ આપવાથી હાથ રોકી લેવા, અને સહન કરવું તેમજ લોકો સાથે સારો વ્યવહાર કરવો.