عَنْ جَابِرٍ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلاَقًا، وَإِنَّ أَبْغَضَكُمْ إِلَيَّ وَأَبْعَدَكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ الثَّرْثَارُونَ وَالمُتَشَدِّقُونَ وَالمُتَفَيْهِقُونَ»، قَالُوا: يَا رَسُولَ اللهِ، قَدْ عَلِمْنَا الثَّرْثَارُونَ وَالمُتَشَدِّقُونَ فَمَا الْمُتَفَيْهِقُونَ؟ قَالَ: «الْمُتَكَبِّرُونَ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 2018]
المزيــد ...
જાબિર રઝી અલ્લાહુ અન્હુથી રીવાયત છે કે નિઃશંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યુ:
«મારા મતે તમારા માંથી કયામતના દિવસે સૌથી વધારે પ્રિય અને સૌથી વધારે નજીક તે લોકો બેસશે, જેમના અખ્લાક સૌથી સારા હશે, અને તમારા માંથી મારાથી કયામતના દિવસે અત્યંત અપ્રિય અને દૂર તે લોકો બેસશે, જે વાતોડીયા, સમજ્યા વગર બોલનાર, ઘમંડી લોકો હશે», સહાબાઓએ પૂછ્યું કે હે અલ્લાહના રસૂલ! અમે ષરષારુન્ (વાતોડીયા) અને મુતશદ્દીકૂન (સમજ્યા વગર બોલવાવાળા) તો જાણી લીધા, આ મુતફૈહિકૂન કોણ લોકો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘમંડ કરનાર».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2018]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયામાં મારી મતે સૌથી પ્રિય અને મારાથી સૌથી નજીક બેસનાર કયામતના દિવસે તે હશે, જેના અખલાક સારા હશે, અને મારી નજીક દુનિયામાં સૌથી અપ્રિય વ્યક્તિ અને મારાથી ખૂબ દૂર તે વ્યક્તિ હશે, જેના અખલાક સૌથી વધારે ખરાબ હશે; (અષરષારુન) વાતોડીયો તેની વાતમાં સચ્ચાઈ પણ ન હોય, (વલ્ મુતશદ્દીકુન) તે લોકો જેઓ પોતાનો શબ્દોનો ખ્યાલ કર્યા વગર જ આમતેમ બકી કાઢતો હોય છે, તેમજ વાતોને સ્પષ્ટતા અને મહાનતા દેખાડવી, (વલ્ મુતફૈહિકૂન) સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! અષરશારુન, વલ્ મુતશદ્દીકુનને સમજી ગયા પરંતુ મુતફયહીકૂન એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તે ઘમંડી લોકો છે, જેઓ મોટી મોટી વાતો કરે છે અને જો લોકો તેમની સામે મોઢું ખોલે તો તેઓ તેમનો મજાક ઉડાવતા હોય છે.